India Post Cleanliness Campaign: ભારતીય ડાક વિભાગનું સ્વચ્છતા અભિયાન, ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં ઝુંબેશ અંતર્ગત કરવામાં આવશે આ ખાસ પ્રવૃત્તિઓ.

India Post Cleanliness Campaign: 16-30 નવેમ્બર 2024 દરમિયાન ભારતીય ડાક વિભાગ દ્વારા સ્વચ્છતા પખવાડિયું: સ્વચ્છતા, જાગૃતતા અને સમુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે અભિયાન - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ. સ્વચ્છ ભારત મિશનને નવા સ્તર પર પહોંચાડવા માટે 'સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા' થીમ પર ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Cleanliness Fortnight by Indian Postal Department from 16-30 November 2024

News Continuous Bureau | Mumbai

India Post Cleanliness Campaign:  ભારતીય ડાક વિભાગનું સ્વચ્છતા અભિયાન 16-30 નવેમ્બર,2024 દરમિયાન સ્વચ્છતા પખવાડા સાથે સમાપ્ત થશે. સ્વચ્છ ભારત મિશન હેઠળ 2017 થી ભારતીય ડાક વિભાગમાં સ્વચ્છતા પખવાડા ખૂબ જ પ્રતિબદ્ધતા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર,અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ  કૃષ્ણકુમાર યાદવએ જણાવ્યું કે આ વર્ષે,સ્વચ્છ ભારત મિશન એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે,જે અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન દરમિયાન સમગ્ર દેશમાં અને સમાજમાં “સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા” થીમ અપનાવવામાં આવી છે. આ થીમ હેઠળ, ભારતીય ડાક વિભાગ ( India Post ) સ્વચ્છતા પખવાડા દરમિયાન સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા,તમામ નાગરિકોને સ્વચ્છતાની જવાબદારી સમજવા અને સ્વચ્છતાની ટેવને સામાજિક મૂલ્ય તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.  

Join Our WhatsApp Community

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે ( Krishna kumar Yadav ) જણાવ્યું કે સ્વચ્છતા પખવાડા એ ભારતીય ડાક વિભાગ માટે સ્વચ્છતાને ( Cleanliness Campaign ) વધુ સારી રીતે અપનાવવાની અને પોસ્ટ ઓફિસો તથા નાગરિક સમુદાયોમાં સેવાની ગુણવત્તા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાની તક છે. ભારત સરકારના મુખ્ય વિભાગ તરીકે,દરેક દિવસ માટે એક યોજના બનાવવામાં આવી છે, જે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.ઉત્તર ગુજરાત પરિક્ષેત્રની પોસ્ટ ઓફિસો અને રેલવે ડાક સેવા કાર્યાલયો દ્વારા સ્વચ્છતા પ્રતિજ્ઞા સમારોહ,’એક પેડ માં કે નામ’અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ,પ્રભાત ફેરીઓ જેવી ખાસ પ્રવૃત્તિઓ તથા પત્રો પર સ્વચ્છતાના સંદેશ સાથેની ખાસ સ્ટેમ્પ લગાવામાં આવશે. સ્વચ્છતા અભિયાનના ( India Post Cleanliness Campaign ) વિજેતાઓને ડિસેમ્બર 2024માં ગુડ ગવર્નન્સ વીક દરમિયાન સન્માનિત કરવામાં આવશે.

Cleanliness Fortnight by Indian Postal Department from 16-30 November 2024

Cleanliness Fortnight by Indian Postal Department from 16-30 November 2024

 

આ સમાચાર પણ વાંચો : PM Modi Bodoland Festival: PM મોદીએ બોડોલેન્ડ મહોત્સવનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું, ‘સરકાર પૂર્વોત્તરનાં રાજ્યોનાં આ વિવાદોનું સમાધાન શોધવાનો કરી રહી છે પ્રયાસ.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે સુનિશ્ચિત પ્રવૃત્તિઓ ઉપરાંત,ભારતીય ડાક વિભાગ સ્વચ્છ ભારત મિશન, મિશન LiFE ના ઉદ્દેશ્યોને પ્રસારિત કરવા માટે અન્ય સંબંધિત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરશે, જે એક જવાબદાર રાષ્ટ્રીય સંસ્થા તરીકે ભારતીય ડાક વિભાગની છબીને મજબૂત કરશે.

નોંધનીય છે કે ભારતીય ટપાલ વિભાગ દેશભરમાં તેના 1.65 લાખ પોસ્ટ ઓફિસ અને 4.5 લાખથી વધુ પોસ્ટલ કર્મચારીઓના નેટવર્ક દ્વારા સતત, સર્વગ્રાહી અને સંતુલિત સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર
Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના
Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત
Exit mobile version