ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા કે પ્રકૃતિ સભર ડાંગ જિલ્લાનાં અન્ય પર્યયટન સ્થળોએ જનારા પર્યટકોએ મનોરમ દ્રશ્યો સાથે મોબાઇલ ફોન દ્વારા સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકાયો છે.
આ સાથે સ્થાનિક રહિશોનાં કપડાં ધોવા, સ્નાન કરવા કે અન્ય કોઈ હેતુસર ચોમાસામાં નદી કે અન્ય જળાશયોમાં જવા પર પણ આ જાહેરનામાં દ્વારા પ્રતિબંધ મૂકાયો છે.
હોનારતો ટાળવા આ પગલું લેવાયું છે. આદેશનું ઉલ્લંધન કરનારા સામે ગુનો નોંધાશે.
ઉલ્લેખનીય છે કે ડાંગના વહીવટી તંત્રએ વઘઈ-સાપુતારા હાઇવે તથા જળધોધના સ્થળોએ સેલ્ફિ લેવા પર 2019માં પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ આ વખતે આ જાહેરનામું સમગ્ર જિલ્લા માટે છે.