જમ્મૂ-કાશ્મીરમા કિશ્તવાડ જિલ્લાના એક ગામમાં વાદળ ફાટવાના કારણે કહેર સર્જાયો છે.
આ હોનારતમાં 7 લોકોનાં મોત થયાં છે અને 30થી 40 લોકો ગુમ
છે. ઘાયલોને હવાઇ માર્ગે રેસ્ક્યૂ કરવા એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે.
જોકે ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી માટે પોલીસ અને સેનાના જવાનોને ઘટનાસ્થળે પહોંચવા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ ક્ષેત્રના મોટાભાગના ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે.
જુલાઇના અંત સુધીમાં વધુ વરસાદની આગાહી સાથે, કિશ્તવાડના અધિકારીઓએ જળાશયો અને સ્લાઇડ-ઝોન વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.
છુપી તિજોરી ખોલશે રાઝ, કુદ્રા ના કબાટમાંથી પોર્નોગ્રાફીનો કબાડ નીકળ્યો… જાણો વિગત
