News Continuous Bureau | Mumbai
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) ને હવે ગણતરીના દિવસ બાકી છે. હાલ તમામ રાજકીય પાર્ટી (Political Party) ઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejrival) રાજ્યના લોકોને એક વીડિયો સંદેશ (Video Message) જાહેર કર્યો છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે તે ગુજરાતી ભાષા (Gujarati) માં છે. તેમના એક મિનિટના વીડિયોમાં તેઓ ગુજરાતી બોલતા જોવા મળી રહ્યા છે અને દાવો કર્યો છે કે તેમની આમ આદમી પાર્ટી (AAP) ચોક્કસપણે જીતશે.
गुजरात के लोगों को मेरा प्यार भरा संदेश … pic.twitter.com/gaod6GZpho
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 3, 2022
આ સમાચાર પણ વાંચો: ડેડી ઉર્ફ ડોન અરુણ ગવળીનો ઝક્કાસ ડાન્સ, પરોલ પર બહાર આવેલો કુખ્યાત ડોન દીકરાના હલ્દી ફંકશનમાં નાચી ઉઠ્યો.. જુઓ વિડીયો
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દાયકાથી રાજ્યમાં ભાજપ (BJP) નું શાસન છે. આ ચૂંટણી ભાજપ માટે પણ પડકારરૂપ છે કારણ કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) નું ગૃહ રાજ્ય છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ પંજાબ (Punjab) બાદ હવે અહીં જીત માટે કમર કસી રહ્યા છે.