CM Bhupendra Patel: રાજ્યની ૩ મહાનગરપાલિકાઓને શહેરી સડક અને આંતરમાળખાકીય સુવિધા વિકાસના તથા આગવી ઓળખના કામો મળી કુલ- ૪૧૪ કામો માટે ૧,૬૪૬ કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી

CM Bhupendra Patel: વડોદરાને રૂ. ૧૮૪ કરોડ - જામનગરને રૂ. ૪૩૨ કરોડ અને સુરત મહાનગરને રૂ. ૧,૦૨૯ કરોડ વિવિધ વિકાસ કામો માટે અપાશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી વડોદરાને ૨૦૨૧ થી અત્યાર સુધી રૂ. ૧,૦૦૮ કરોડ - સુરતને રૂ. ૨,૬૮૯ કરોડ અને જામનગરને રૂ. ૩૮૫ કરોડ વિકાસ કામો માટે ફાળવવામાં આવ્યા.

by Hiral Meria
CM Bhupendra Patel 3 Municipal Corporations of the State received in-principle approval to allocate Rs 1,646 crore for the development of urban roads.

News Continuous Bureau | Mumbai 

CM Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૩ મહાનગરપાલિકાઓ ( Municipalities ) સુરત, વડોદરા, અને જામનગરને મુખ્યમંત્રી શહેરી સડક યોજના ( Chief Minister Urban Road Scheme ) સહિત ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાના ૪૧૪ કામો માટે કુલ ૧,૬૪૬ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી ( approval ) આપી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રકમ ફાળવવામાં આવશે.

તદઅનુસાર, વડોદરા મહાનગરપાલિકાએ ( Vadodara Municipality ) ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રસ્તાનાં ૪૭ કામો માટે રૂ. ૧૮૪.૦૯ કરોડની દરખાસ્ત રજૂ કરી હતી તેને મુખ્યમંત્રીશ્રીએ અનુમોદન આપ્યું છે.

સુરત મહાનગરપાલિકા ( Surat Municipality ) દ્વારા ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે ભૌતિક આંતર માળખાકીય સુવિધાના ૧૦૧, સામાજિક આંતર માળખાકીય સુવિધાના ૭૮, અર્બન મોબિલિટીના ૨૧ અને આગવી ઓળખના બે એમ ૨૦૨ કામો માટે રૂપિયા ૧૦૨૯.૫૫ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવા માટે શહેરી વિકાસ વિભાગ મારફતે કરેલી દરખાસ્ત મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરી છે.

જામનગર મહાનગરપાલિકાએ ( Jamnagar Municipality ) પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના મુખ્યમંત્રી શહેરી સડક યોજના ઘટક માંથી ૭૦.૩૧ કરોડ રૂપિયા જામનગર શહેરમાં સડક – માર્ગોના ૨૫ કામો માટે ફાળવવા અંગે કરી હતી.

આ ઉપરાંત ભૌતિક આંતર માળખાકીય સુવિધાના કામો, સામાજિક માળખાકીય વિકાસ અને આગવી ઓળખના કામો અન્વયે બ્રિજ, ટ્રાફિક મેનેજમેન્ટ, ગાર્ડન, સ્કૂલ બિલ્ડીંગ, આંગણવાડી, સ્લમ એરિયા ડેવલપમેન્ટ અને લેક બ્યુટીફિકેશનના મળીને ૧૩૮ કામો માટે રૂ. ૩૪૮.૨૦ કરોડની દરખાસ્ત મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર મહાનગરપાલિકાની આ દરખાસ્તોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

એટલું જ નહીં, જામનગર મહાનગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખના કામ અન્‍વયે જામનગરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી લાખોટા કોઠા- ભૂજીયા કોઠા- ખંભાળીયા દરવાજા હેરિટેજ સાંકળ પ્રોજેક્ટ માટે ૧૩ કરોડ રૂપિયાની દરખાસ્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Ahmednagar Railway Fire: Train Fire: ટ્રેનમાં ફાટી નીકળી આગ, અહમદનગર-અષ્ટીમાં બે ડબ્બા સળગતા અફડાતફડી.. જુઓ વિડીયો

જામનગર શહેરમાં ઐતિહાસિક ઈમારત એવા માંડવી ટાવરના રિસ્ટોરેશન એન્‍ડ કન્‍ઝર્વેશન પ્રોજેક્ટ માટે પણ રૂ. ૧.૨૫ કરોડની દરખાસ્ત મહાનગરપાલિકા દ્વારા આગવી ઓળખના કામો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ સમક્ષ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે આ બેય દરખાસ્તોને અનુમોદન આપતાં જામનગર મહાનગરપાલિકાને રૂ. ૧૪.૨૫ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આગવી ઓળખના કામો માટે ફાળવાશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રાજ્યમાં વધતા જતા શહેરીકરણ અને તેના કારણે ઉપસ્થિત થયેલા પડકારોને પહોંચી વળવા રાજ્યની સ્થાપનાના ૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૦૯માં શરૂ કરાવેલી યોજના છે.

આ યોજનામાં મુખ્યત્વે રસ્તા, પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન તેમજ શાળાનાં મકાનો, હોસ્પિટલ, આંગણવાડી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપરાંત શહેરી બસ સેવા, રેલ્‍વે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ, રિંગરોડ, ફ્લાય ઓવર બ્રિજ, હેરિટેજ પ્રવાસન, રિવરફ્રન્ટ, સીટી બ્યુટીફિકેશનના કામો અને આગવી ઓળખના કામો જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે આ હેતુસર ૨૦૨૧ થી અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂ. ૨,૬૮૯ કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ. ૧,૦૦૮.૧૮ કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ. ૩૪૮.૮૩ કરોડ રસ્તા તેમજ અન્ય ભૌતિક-સામાજીક આંતર માળખાકીય સુવિધા તથા આગવી ઓળખના કામો માટે ફાળવ્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા-દર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વધુ વેગવંતી બનાવવા માટે નગરપાલિકાઓ – મહાનગરપાલિકાઓનાં વિકાસ કામોને ત્વરાએ મંજૂરી આપવાનો અભિગમ અપનાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Supreme Court : ન તો તમને ખતરો છે અને ન… આખરે, સુપ્રીમ કોર્ટે મહિલાને ગર્ભપાતની મંજૂરી કેમ ન આપી, જાણો શું કહ્યું CJIએ ..

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More