Gondal Four Lane Bridge: ગોંડલ નગરના બે નવા ફોરલેન બ્રિજને CM ભૂપેન્દ્ર પટેલએ આપી મંજૂરી, બ્રિજના રિનોવેશન માટે ફાળવવામાં આવશે આટલા કરોડ રૂપિયા.

Gondal Four Lane Bridge: નવા બે બ્રિજ માટે ૫૬.૮૪ કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી. ગોંડલી નદી પર રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ જૂના બે બ્રિજના રિનોવેશન માટે રૂ. ૨૨.૩૮ કરોડ ફાળવાશે. ગોંડલ તથા આસપાસના ગામો-જિલ્લા-તાલુકાના બાયપાસ અને શહેરના ટ્રાફિકને ધ્યાનમાં લઈને ફોરલેન બ્રિજ માટે મુખ્યમંત્રીશ્રીની મંજૂરી. ૧૦૦ વર્ષ જૂના બે બ્રિજ હળવા વાહનો લાઈટ મોટર વ્હીકલ માટે ચાલુ રહેશે.

by Hiral Meria
CM Bhupendra Patel approved two new four lane bridges in Gondal Nagar, crore will be allocated for the renovation of the bridge.

News Continuous Bureau | Mumbai

Gondal Four Lane Bridge: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) ગોંડલ નગરમાં બે નવા ફોરલેન બ્રિજ નિર્માણ માટે ૫૬.૮૪ કરોડ રૂપિયા ફાળવવાની સૌદ્ધાંતિક મંજૂરી આપી છે.  

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફ્લાયઓવર બ્રિજ ( Four Lane Bridge ) હેઠળ ગોંડલમાં પાંજરાપોળ પાસે રૂ. ૨૮.૦૨ કરોડના ખર્ચે તથા ગવર્નમેન્ટ હોસ્પિટલ ચોક પાસે રૂ. ૨૮.૮૨ કરોડના ખર્ચે આ બે બ્રિજ નિર્માણ પામશે. 

ગોંડલ શહેરમાં ( Gondal  ) ગોંડલી નદી પર રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ સમયના બે બ્રિજ ઉપર ગોંડલ આસપાસના ગામો અને તાલુકાના વાહનોનો ખૂબ જ ટ્રાફિક રહેતો હતો. 

આ ૧૦૦ વર્ષ જૂના બ્રિજ ( Bridge Renovation ) ભારે વાહનો માટે બંધ કરવામાં આવતા તેના સ્થાને ડાયવર્ઝન માટે માત્ર ૧ જ માર્ગ નેશનલ હાઈવે ૨૭ ગોંડલથી સુરેશ્વર ચોકડી સુધીનો ઉપલબ્ધ છે. 

એટલું જ નહિ,ભારે વરસાદના સમયમાં વિયર કમ કોઝવે પરથી પાણી પસાર થતું હોવાથી આ રસ્તો પણ બંધ થઈ જાય છે અને તમામ વાહનોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં આવેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ગોંડલ નગરમાં બે નવા બ્રિજ બનાવવા માટે રૂ. ૫૬.૮૪ કરોડની રકમ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. 

આ બે નવા બ્રિજ નિર્માણ થવાથી ભાવનગર-આટકોટથી જુનાગઢ જતા વાહનોને તેમજ ઘોઘાવદર મોવીયાથી જુનાગઢ અને કોટડાથી જેતપુર-જુનાગઢ જતા વાહનોને ફોરલેન બ્રિજની સુવિધા મળતી થશે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બે નવા બ્રિજ ઉપરાંત ગોંડલી નદી પરના રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ સમયના બે હયાત બ્રિજના રિસ્ટોરેશન માટે પણ ૨૨.૩૮ કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે.

આ સમાચાર પણ વાંચો :  Tarnetar Fair: તરણેતર મેળામાં આયોજિત પ્રદર્શનમાં કરાઇ પોષણ માહની ઉજવણી, કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને આ વિભાગ દ્વારા કરાયું આયોજન.

તદ્દઅનુસાર, સેન્ટ્રલ ટોકીઝથી સરકારી દવાખાના સુધીના હયાત બ્રિજનુ રૂ.૧૭.૯૦ કરોડ રૂપિયા તેમજ પાંજરા પોળ પાસેના હાલના સરદાર બ્રિજનું ૪.૪૭ કરોડ રૂપિયાના  ખર્ચે રીસ્ટોરેશનનું કામ હાથ ધરાશે. 

આ બન્ને બ્રિજ હળવા વાહનો એટલે કે, લાઈટ મોટર વ્હિકલ માટે ચાલુ રાખવામાં આવશે.

ભારે વાહનો તથા શહેરમાં બાયપાસ ટ્રાફિક માટે નવા નિર્માણ થનારા બે બ્રિજનો ઉપયોગ વાહનચાલકો કરી શકશે.

મુખ્યમંત્રીશ્રીએ નગરો-શહેરોમાં લોકોના ઈઝ ઓફ લિવીંગમાં વધારો થાય સાથે-સાથે વડાપ્રધાનશ્રીએ આપેલા વિકાસ ભી વિરાસત ભી ના ધ્યેયને સાકાર કરી શકાય તેવા અભિગમથી ગોંડલમાં ૧૦૦ વર્ષથી વધુ સમયના બે બ્રિજના રિસ્ટોરેશન તથા બે નવા બ્રિજના નિર્માણની અનુમતિ આપી છે. 

 મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલની હાલની વસ્તી ,આજુ બાજુના ગામો તથા તાલુકા જિલ્લાના બાયપાસ તેમજ શહેરના ટ્રાફિક સાથોસાથ આવનારા વર્ષોના વિકાસને ધ્યાનમાં લઈને આ બે નવા બ્રિજ ફોરલેન બનાવવાના દિશા નિર્દેશો પણ આપ્યા છે.  

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More