News Continuous Bureau | Mumbai
CM Bhupendra Patel Bhavnagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષના મંગલ પ્રારંભે ભાવનગર જિલ્લાના સર્વેશ્વર ગૌધામ કોબડી ખાતે ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel ) આ પ્રસંગે જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશુઓના આરોગ્યની ચિંતા કરી પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરાવી હતી. આ સરકાર દરેક જીવ માત્રને રક્ષણ આપવા સંકલ્પબદ્ધ છે ત્યારે પશુ દવાખાનામાં પશુઓ માટેની દરેક સારવાર, નિદાન અને રસી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ ( Bhavnagar ) પ્રાકૃતિક ખેતી કરવાનું આહવાન કરતા જણાવ્યું કે, આજે જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું જાય છે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ દેશી ગાય ( Shree Sarveshwar Gaudham Bhavnagar ) આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત કરી રહ્યા છે ત્યારે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણા સ્વાસ્થ્યની પણ ચિંતા કરવાની જરૂર છે.
શ્રી સર્વેશ્વરધામ ગૌધામ કોબડી આંગણે નૂતનવર્ષ ના મંગલ પ્રારંભે પ.પૂ ગૌભક્ત શ્રી જયદેવ શરણદાસજી બાપુ દ્વારા ગુજરાત સરકારના મૃદુભાષી અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજીત “ગૌ ગોષ્ઠિ સમારોહ” માં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવાનો સૌભાગ્યપુર્ણ… pic.twitter.com/q7dXHOqdpn
— Nimuben Bambhania (@Nimu_Bambhania) November 4, 2024
મુખ્યમંત્રીએ ( CM Bhupendra Patel Bhavnagar ) સ્વચ્છતા પર ભાર મુકતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી છે ત્યારે સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર બનાવી આપણા ઘર, આંગણા અને વિસ્તારને સ્વચ્છ, સુંદર રાખીએ. તેમણે કહ્યું કે, વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને વૈશ્વિક લોકપ્રિય નેતા નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ ગુજરાતમાં શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર વિકાસના કામો કરી રહી છે. કોબડી ગૌશાળામાં બિમાર અને ઘરડી ગાયોનું અહીં નિદાન કરવામાં આવે છે ત્યારે સમગ્ર આયોજન અને ટીમને બિરદાવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Droupadi Murmu Indian aviation sector: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં સિદ્ધિઓ મેળવનાર મહિલાઓ સાથે કર્યો વાર્તાલાપ, કરી આ અપીલ..
આ તકે મુખ્યમંત્રીએ કામધેનુ ગૌમાતાની પૂજા અર્ચના કરીને વયોવૃદ્ધ બળદો, અપંગ ગૌમાતા, અંધ ગૌ માતા, બિમાર ગૌ માતા, મા વિનાના વાછરડા તથા ઓપરેશન થિયેટર અને એમ્બ્યુલન્સના સ્ટોલની મુલાકાત લીધી હતી.
ગૌ ગોષ્ઠી સમારોહનું પ. પૂ. મહંતશ્રી જયદેવશરણજી મહારાજ તેમજ ઉદ્યોગપતિઓ સમાજના શ્રેષ્ઠિઓ ગૌ સેવકો સહિત રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવેણાની પાવનધરા પર સૌ પ્રથમ વખત ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વાગત પ્રવચન ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી એ કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી શિવાભાઈ ગોહિલ, શ્રી ગૌતમભાઈ ચૌહાણ અને કલેકટરશ્રી આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી. એચ. સોલંકી, પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, ડે. મેયર શ્રી મોનાબેન પારેખ, આગેવાન શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી આર. સી. મકવાણા, શ્રી ગોરધનભાઈ ઝડફીયા, શ્રી દિવ્યેશભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉદ્યોગપતિઓ સહિત ગૌપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
 
			         
			         
                                                        