News Continuous Bureau | Mumbai
World Hindu Economic Forum 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ ફ્યૂચરિસ્ટીક ડેવલપમેન્ટ સેક્ટર્સમાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રિન્યુએબલ એનર્જી પોલિસી ( Renewable Energy Policy ) , ગ્રીન હાઇડ્રોજન પોલિસી જેવી પોલિસીઝના અમલથી ગ્રીન ફ્યુચર માટે ગુજરાત પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુંબઇમાં વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ આયોજિત વાર્ષિક સભામાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરી રહ્યા હતા.
આ ત્રિદિવસીય ફોરમમાં વિશ્વના અંદાજે ૪૦ દેશોના ૧૦૦૦થી વધુ હિન્દુ બિઝનેસ એન્ટરપ્રિનીયોર્સ સહભાગી થયા હતા.
લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિએ આયોજિત આ ફોરમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબને વિનમ્ર ભાવાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીએ દેશની આઝાદી પછી અર્થવ્યવસ્થાને પારદર્શી અને આત્મનિર્ભર બનાવવામાં સરદાર સાહેબે આપેલા વિચારોનો આ તકે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે ઉમેર્યુ કે, ગ્લોબલ ટેન્ડરીંગનો વિચાર ૧૦૦ વર્ષ પહેલા ૧૯૨૫માં સરદાર પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં આપ્યો હતો.
એટલું જ નહિ સહકારિતાના વિઝન સાથે તેમણે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની પ્રેરણા આપીને દૂધ ઉત્પાદકોને શોષણથી બચાવી આત્મનિર્ભર બનાવ્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ( Gujarat Government ) કહ્યું કે, સરદાર સાહેબના આવા આત્મનિર્ભરતા અને પારદર્શિતાના વિચારોને વધુ મજબૂત કરવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું છે.
તેમના નેતૃત્વમાં પાછલા દશકમાં દેશની અર્થવ્યવસ્થાનું ( Economy ) કદ લગભગ બમણું થઇ ગયુ છે અને ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે.
હવે તેમની વિઝનરી લીડરશીપમાં ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ દેશ ઝડપથી આગળ વધ્યો છે, એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
આ સમાચાર પણ વાંચો : Amit Shah Chhattisgarh: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે છત્તીસગઢ પોલીસને ‘પ્રેસિડન્ટ્સ કલર’ કર્યો અર્પણ, કાર્યક્રમને સંબોધતા કહ્યું, ‘આ વર્ષ સુધી નક્સલવાદ થશે સંપૂર્ણ રીતે મુક્ત..’
World Hindu Economic Forum 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફોરમમાં ગુજરાત
ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ ડ્રાઇવીંગ ઇકોનોમીક ગ્રોથ વિષયક મનનીય વક્તવ્યમાં ગુજરાતે વડાપ્રધાનશ્રીના દિશા નિર્દેશનમાં કરેલા વૈશ્વિક વિકાસની ગ્રોથ જર્નીની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી.
તેમણે ( Bhupendra patel ) જણાવ્યું કે, ગુજરાતને અઢી દાયકા જેટલા સમયથી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકાસ વિઝનનો લાભ મળ્યો છે.
आज मुंबई में वर्ल्ड हिंदू इकोनॉमिक फोरम 2024 की वार्षिक सभा में सहभागी बनकर विभिन्न देशों के हिंदू बिजनेस एंटरप्रेन्योर्स से संवाद का अवसर प्राप्त हुआ।
Think in Future, Think for future की थीम के साथ आयोजित इस साल की यह फोरम उभरते हुए स्टार्टअप्स के लिए Guidance और Networking… pic.twitter.com/agvZOksxRs
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 15, 2024
આના પરિણામે ઇન્ડ્રસ્ટીયલ પ્રોડકશનમાં ૧૬ ટકા અને G.D.P.માં ૮ ટકાથી વધુ તેમજ નિકાસમાં ૩૦ ટકા જેટલા યોગદાનથી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ તરીકે પ્રસ્થાપિત થયુ છે.
મુખ્યમંત્રી એ ઇમર્જિંગ સેક્ટર્સમાં પણ ગુજરાત લીડ લેવા સજ્જ છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, રાજ્યમાં ત્રણ સેમીકન્ડક્ટર્સ પ્લાન્ટ કાર્યરત થવામાં છે.
દેશની પહેલી મેઇક ઇન ઇન્ડીયા સેમીકન્ડક્ટર ચીપનું નિર્માણ પણ ગુજરાતમાં થશે એમ તેમણે દ્ઢતાપૂર્વક ઉમેર્યુ હતું.
ધોલેરા SIR વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રકચર અને લોજીસ્ટિક્સ ફેસીલિટીઝને કારણે સેમીકન્ડક્ટર્સ તેમજ ડિફેન્સ એન્ડ એરોસ્પેસ મેન્યુફેક્ચરીંગ સહિતના વિવિધ પ્રકારના ક્ષેત્રો માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યુ છે તેનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રી એ વિકસીત ભારત@૨૦૪૭ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને પાર પાડવામાં વિકસીત ગુજરાતથી અગ્રેસર રહેવા વિકસીત ગુજરાત@૨૦૪૭ વિઝન રોડ મેપ તૈયાર કર્યો છે, તેમ પણ ઉમેર્યુ હતું.
ભૂપેન્દ્ર પટેલે ‘થિંક ઇન ફ્યુચર-થિંક ફોર ફ્યુચર’ની થીમ સાથે યોજાઇ રહેલી વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ-૨૦૨૪ ઉભરતા સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકો માટે માર્ગદર્શન અને નેટવર્કિંગ પ્લેટફોર્મ પુરુ પાડે છે તેની પ્રશંસા કરી હતી.
તેમણે આ ફોરમમાં સહભાગી થઇ રહેલા ઉદ્યોગ, વેપાર, અર્થતંત્ર વગેરે ક્ષેત્રોના યુવાઓ અને ઉદ્યોગ સાહસિકોને ગુજરાતમાં રહેલી વિકાસની વિપુલ તકોનો લાભ લેવા ગુજરાતમાં રોકાણો, ઉદ્યોગો માટે આવવા આમંત્રણ પાઠવ્યુ હતું.
ફોરમના ચેરમેન સ્વામી વિજ્ઞાનાનંદજીએ સરદાર સાહેબને ભાવાંજલિ આપવા સાથે તેમના વિચારોની આજના પરિપ્રેક્ષ્યમાં પ્રાસંગિકતા વર્ણવી હતી.
આ સમાચાર પણ વાંચો : Anupamaa: શું અનુપમા માં ફરી જોવા મળશે માન ની પ્રેમ કહાની? જાણો અનુજ ની વાપસી પર રૂપાલી એ શું કહ્યું
તેમણે આ વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ ઉદ્યોગ, વ્યવસાય, વેપાર, બેન્કીંગ, રોકાણોના ક્ષેત્રોના તેમજ વિવિધ પ્રોફેશનલ ટેકનોક્રેટ્સ, થિંકર્સ વચ્ચેના વૈચારિક આદાન-પ્રદાનમાં જે ભૂમિકા નિભાવે છે તેની પણ છણાવટ કરી હતી.
ફોરમની ઓર્ગેનાઇઝિંગ કમિટીના વાઇસ ચેરમેન શ્રી સંજય ખેમાની તેમજ સભ્યો અને આમંત્રિતો આ ફોરમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)