Site icon

SJMMSVY Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ મહાનગરપાલિકાના ૫૦ કામો માટે મંજૂરી આપી, ફાળવશે ૨.૭૮ કરોડ.

SJMMSVY Gujarat: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતમાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને કુલ ૪૩,૭૫૨ કામો માટે ૨૪૩૦ કરોડ રૂપિયા ફાળવાયા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી એક મહાનગરપાલિકા અને બે નગરપાલિકાને ૫૩ કામો માટે ૩.૧૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા.ખાનગી સોસાયટીઓમાં પાયાની મૂળભૂત સુવિધાઓ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ઉપયોગી બની છે

CM Bhupendra Patel has approved 50 works of this municipality under SJMMSVY , will allocate 2.78 crores.

CM Bhupendra Patel has approved 50 works of this municipality under SJMMSVY , will allocate 2.78 crores.

News Continuous Bureau | Mumbai

SJMMSVY Gujarat:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટક અન્વયે વડોદરા મહાનગરપાલિકા તથા જસદણ અને વિજાપુર નગરપાલિકાઓમાં કુલ મળીને ૫૩ કામો માટે ૩ કરોડ ૧૪ લાખ રૂપિયા રાજ્ય સરકારના ફાળા પેટે આપવાની મંજૂરી આપી છે.

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી ( CM Bhupendra Patel ) એ આ સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકાને ૨ કરોડ ૭૮ લાખના ખર્ચે વિવિધ ૫૦ કામો માટે મંજૂરી આપી છે. તેમણે જસદણ નગરપાલિકાને સી.સી. રોડના કામ માટે રૂ. ૧૯.૧૭ લાખ તેમજ વિજાપુર નગરપાલિકાને સી.સી. રોડ અને પેવર બ્લોકના કામો માટે ૧૭.૪૩ લાખ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.

૨૦૧૦માં ગુજરાતની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે તત્કાલિન મુખમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવી છે.

અત્યાર સુધીમાં રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ( SJMMSVY Gujarat ) અન્વયે આ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત મહાનગરપાલિકાઓને ( Vadodara Municipality ) ૩૬,૪૧૮ કામો માટે રૂ. ૨૧૧૨.૨૩ કરોડ અને નગરપાલિકાઓને ૭,૩૩૪ કામો માટે રૂ. ૩૧૮.૮૩ કરોડ મળીને કુલ ૪૩,૭૫૨ કામો માટે રૂ. ૨૪૩૦.૪૬ કરોડ રાજ્ય સરકારના ફાળા પેટે ફાળવેલા છે.

રાજ્યની ( Gujarat Government ) મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ તેમના વિસ્તારોમાં આવેલી ખાનગી સોસાયટીઓમાં પાયાની મૂળભૂત કોમન ફેસેલિટીઝના કામો માટે આ યોજના અંતર્ગત ગ્રાંટની રકમ મેળવી શકે છે. 

આ સમાચાર પણ વાંચો :  Emergency Release: કંગના રનૌતે લીધો રાહતનો શ્વાસ, આ મહત્વનો પડાવ કર્યો પાર ; ટૂંક સમયમાં જાહેર થશે ‘ઈમરજન્સી’ ની રિલીઝ ડેટ

ખાનગી સોસાયટીઓમાં રસ્તા, પેવર બ્લોક, પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન, સ્ટ્રીટ લાઈટ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ તેમજ સોસાયટીઓના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાંખવાના કામો માટે આ સહાય ૭૦:૨૦:૧૦ના ધોરણે અપાય છે.

તદઅનુસાર, કુલ સંભવિત રકમના ૭૦ ટકા ગ્રાંટ રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવે છે. ૨૦ ટકા પ્રમાણે ખાનગી સોસાયટીના અને ૧૦ ટકા સ્થાનિક સંસ્થાનો ફાળાનો સમાવેશ કરીને આવા બેઝિક કોમન ફેસેલિટીઝના ( SJMMSVY  ) કામો ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી હાથ ધરવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Nashik car accident: નાસિકમાં કાર અકસ્માત: શિરડી જઈ રહેલા ગુજરાતના ૩ શ્રદ્ધાળુઓના કરુણ મોત, ૪ ઘાયલ
Navneet Rana Threat: ધમકીનો સિલસિલો યથાવત્: નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી, સ્પીડ પોસ્ટથી પત્ર મોકલાતા ખળભળાટ.
Cyclone Montha: મોંથા હવે ક્યાં વળશે? આંધ્રમાં ભારે નુકસાન બાદ આગામી સંકટ કયા દરિયાકાંઠાના રાજ્યો પર છે?
Exit mobile version