Site icon

Juth Water Supply Scheme: બનાસકાંઠામાં CM ભુપેન્દ્રભાઈ પટેલ રૂ.૬૩૩ કરોડના ખર્ચે જુથ પાણી પુરવઠા યોજનાઓનું કરાશે લોકાર્પણ, કુલ આટલા ગામોને મળશે શુદ્ધ પીવાનું પાણી.

Juth Water Supply Scheme: ડીસા-લાખણી-કાંકરેજ-દિયોદર તાલુકાના કુલ ૧૯૨ ગામ અને થરા શહેરને મળશે શુધ્ધ પીવાનું પાણી. ૧૯૨ ગામના કુલ ૭ લાખ નાગરિકો માટે દૈનિક ૬.૪૦ કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે

CM Bhupendrabhai Patel will launch Juth water supply schemes built at a cost of Rs.633 crore.

CM Bhupendrabhai Patel will launch Juth water supply schemes built at a cost of Rs.633 crore.

News Continuous Bureau | Mumbai

Juth Water Supply Scheme: સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. ૨૭ મી સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જુથ પાણી પુરવઠા યોજના ફેઝ – ૧ થી ૪ ના તથા રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. કુલ રૂપિયા ૬૩૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બે યોજનાઓનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ( Bhupendra Patel ) હસ્તે લોકાર્પણ થવાથી ડીસા અને લાખણી તાલુકાના કુલ ૮૮ ગામ તેમજ કાંકરેજ અને દિયોદરના કુલ ૧૦૪ ગામ અને થરા શહેરને શુધ્ધ પીવાના પાણીનો લાભ મળી રહેશે. 

Join Our WhatsApp Community

બનાસકાંઠા ( Banaskantha ) જિલ્લાના નર્મદા મુખ્ય નહેરના દેવપુરા, તાલુકો વાવ ઓફટેક આધારીત ડીસા અને લાખણી તાલુકાના કુલ ૮૮ ગામોનો સમાવેશ થાય છે. જેમાં ડીસા તાલુકાના ૫૧ ગામ અને લાખણી તાલુકાના ૩૭ ગામ છે. જ્યારે બીજી પાણી પુરવઠા યોજના રાણકપુર ઓફટેક સુધારણા યોજના હેઠળ કાંકરેજ અને દિયોદર તાલુકાના કુલ ૧૦૪ ગામ અને થરા શહેરનો સમાવેશ કરાયો છે. જેમાં કાંકરેજ તાલુકાના ૮૦ ગામ, દિયોદર તાલુકાના ૨૩ ગામ, લાખણી તાલુકાના ૦૧ ગામ તથા થરા શહેરનો સમાવેશ થયો છે. 

ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામ પાતાળ કુવા આધારીત, સ્વતંત્ર બોર આધારીત વ્યક્તિગત પાણી પુરવઠા યોજના ( Water Supply Scheme )  મારફત પાણી મેળવે છે. આ ગામના પાતાળ કુવાઓના પાણીનું સ્‍તર દિન-પ્રતિદિન નીચા ઉતરતા જતા હોઇ તથા આ વિસ્‍તારમાં પાણીના દ્રાવ્ય ક્ષારો જેવાં કે ફ્લોરાઈડ, નાઇટ્રેટ તથા સેલીનીટીનું પ્રમાણ વધુ હોઇ પીવાના પાણીની સમસ્યા હતી. જ્યારે વર્ષો વર્ષ ઓછા વરસાદના કારણે ભુગર્ભ જળના તળ નીચે જવાથી પાણીની ગુણવત્તાયુકત ન હોઇ, વિશ્વસનિય સ્ત્રોત તરીકે નર્મદા મુખ્ય નહેરની તાતી જરૂરિયાત હતી. 

ગુજરાત સરકાર ( Gujarat Government ) દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લઈ કરોડો રૂપિયાના ખર્ચે બે પાણી પુરવઠા યોજના અમલમાં મુકાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા,લાખણી,કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરા શહેરને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દ્વારા દેવપુરા-વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ ૨૦૨૦માં તૈયાર કરવામાં આવી હતી. જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં તેનું મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થશે. જે લોકાર્પણ થતાં નાગરિકોને પીવાનું શુધ્ધ પાણી ઉપલબ્ધ થશે.

આ સમાચાર પણ વાંચો :  UN World Food Programme: ડૉ. દેવેશ ચતુર્વેદીએ સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમની સમીક્ષા બેઠકની કરી અધ્યક્ષતા, ખાદ્ય સુરક્ષા વધારવા DA&FW અને UN WFPએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા.

પાણી પુરવઠાની બે યોજનામાં નર્મદા કેનાલના પૂર્વ ભાગમાં આવેલ કુલ ૧૯૨ ગામની કુલ ૭ લાખ નાગરિકો માટે દૈનિક ૬.૪૦ કરોડ લીટર પીવાનું પાણી વિતરણ કરી શકાશે. આ બંને યોજના માટે કુલ ૫ ફેઝની કામગીરીનું આયોજન પૂર્ણ કરાયું છે. 

Juth Water Supply Scheme: દેવપુરા ઓફ્ટેક યોજના:-

Juth Water Supply Scheme: રાણકપુર ઓફ્ટેક યોજના:-

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  Pitbull Snake Fight: ગાર્ડનમાં રમી રહ્યા હતા બાળકો, અચાનક આવી પહોંચ્યો ઝેરીલો કોબ્રા, પિટબુલે હીરો બનીને આ રીતે બચાવ્યો બાળકોનો જીવ ; જુઓ વિડીયો

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version