News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં શિંદે સરકાર(Shinde Govt) બન્યા બાદ મંત્રીમંડળ(cabinet expansion)નું વિસ્તરણ ક્યારે થશે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.
દરમિયાન હવે મીડિયામાં એવા અહેવાલ વહેતા થયા છે કે મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ 5 ઓગસ્ટે થશે.
સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં થશે.
જોકે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે ગત 30 જૂને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
આ સમાચાર પણ વાંચો : આને કહેવાય જોરદાર સેટિંગ- મહારાષ્ટ્રમાં આ મહાશય હવે મિનિસ્ટર નથી તેમ છતાં સરકારી બંગલો પાછો નથી લેવાયો