નવરાત્રોત્સવમાં મહિલાઓના આરોગ્યને લઈને મહારાષ્ટ્ર સરકારે કરી આ મહત્વની જાહેરાત- મહિલાઓને મળશે આ લાભ

News Continuous Bureau | Mumbai

નવરાત્રોત્સવ(Navratri festival) માતાની ભક્તિ અને શક્તિનો(Mother's devotion and strength) તહેવાર ગણાય છે. ત્યારે નવરાત્રીના પર્વ નિમિત્તે મહારાષ્ટ્ર સરકાર(Government of Maharashtra) દ્વારા મહિલાઓ માટે વિશેષ અભિયાન(special campaign) ચલાવવામાં આવનાર છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ(Chief Minister Eknath Shinde) તેની જાહેરાત કરી છે.

સોમવારથી શરૂ થયેલા શારદીય નવરાત્રી(Shardiya Navratri) પર્વ નિમિત્તે રાજ્યના આરોગ્ય વિભાગ(State Health Department) દ્વારા 'માતા સુરક્ષિત તો ઘર સુરક્ષિત' આ વિશેષ અભિયાન અમલમાં મૂકવામાં આવશે. 26 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર સુધી ચાલનાર, આ ઝુંબેશનો ઉદ્દેશ્ય ઘરની માતાઓને સ્વસ્થ રાખવા, તેમના સ્વાસ્થ્ય વિશે સમાજને જાગૃત અને સંવેદનશીલ બનાવવાનો છે.

આ સમાચાર પણ વાંચો :  કોંગ્રેસ માટે એક સાંધે તેર તૂટે જેવા હાલ- રાજસ્થાનમાં પક્ષમાં આંતરિક ધમાસણ- કોંગ્રેસના આ નેતાઓને આવ્યું દિલ્હીનું તેડું

આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યની તમામ માતાઓ અને બહેનોએ તેમના સ્વાસ્થ્યની તપાસ કરાવવા અનુરોધ કર્યો છે.  જાહેર આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરમાં 'માતા સુરક્ષિત તો ઘર સુરક્ષિત' અભિયાનનો અમલ કરવામાં આવનાર છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સવારે 9 થી 2 દરમિયાન 18 વર્ષથી ઉપરની મહિલાઓ, માતાઓનું  ચેકઅપ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે એ પણ માહિતી આપી છે કે તેમાં રક્ત તપાસણી, જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓના નવા બેંક ખાતા ખોલવા, સગર્ભા માતાઓ માટે આધાર કાર્ડ લિંક કરવાનો સમાવેશ થાય છે.
 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *