Site icon

દેવેન્દ્ર ફડણવીસ બાજુ પર- એકનાથ શિંદેએ મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત- ચર્ચાનું બજાર ગરમ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) હાલમાં દિલ્હીમાં છે,અને તેમણે ગુરુવારે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Home Minister Amit Shah) સાથે મુલાકાત કરી હતી. દિલ્હી (Delhi)ની મુલાકાતે આવેલા એકનાથ શિંદે ગુરુવાર સાંજ સુધી કોઈ કેન્દ્રીય નેતાને મળ્યા ન હતા. પરંતુ તેઓ અમિત શાહને મળવા મોડી રાત્રે પહોંચ્યા હતા. બંને વચ્ચે લગભગ 40 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી. આ પ્રસંગે બંને વચ્ચે શિવસેના સાથે સંઘર્ષ, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, દશેરા મહાસભા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે, એકનાથ શિંદેનું કહેવું છે કે આ શુભેચ્છા ભેટ હતી.

Join Our WhatsApp Community

 

એકનાથ શિંદેએ ટ્વિટ કરીને અમિત શાહની મીટિંગની તસવીરો શેર કરી છે. જેમાં તેમણે અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હોવાનું જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ મુલાકાત દરમિયાન રાજ્યમાં વિકાસના કામો સહિતના અનેક વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : લતા મંગેશકરના નામથી હવે સંગીતની ડિગ્રી મળશે- મહારાષ્ટ્ર સરકારનું આ પગલું સંગીતકારોને નવી દિશામાં લઈ જશે- કઈ રીતે જાણો અહીં 

આ દરમિયાન તેમણે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને પૂર્વ સાંસદ સંભાજી રાજે છત્રપતિ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. બંને વચ્ચે મરાઠા આરક્ષણ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. ગડકોટના સંરક્ષણ, મુંબઈથી કિલ્લા રાયગઢ સુધી સી ફોર્ટ સર્કિટ ટુરિઝમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

એકનાથ શિંદે રાજ્યમાં કેટલીક કાનૂની બાબતોને લઈને કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુને મળવાના હતા. પરંતુ, તેઓ દિલ્હીમાં ન હોવાથી એકનાથ શિંદેએ તેમની સાથે ફોન પર ચર્ચા કરી હતી.

એકનાથ શિંદે કેન્દ્રીય પરિવહન અને માર્ગ વિકાસ મંત્રી નીતિન ગડકરી અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ મળશે તેવી ચર્ચા થઈ હતી. પરંતુ, તેઓ આમાંથી એક પણ કેન્દ્રીય મંત્રીને મળી શક્યા ન હતા.

આ સમાચાર પણ વાંચો : જે મુંબઈ મહાનગરપાલિકાના દમ પર શિવસેના કુદકા મારતી હતી તે પાલિકાએ જ ઉદ્ધવ ઠાકરેને જોરદાર ઝટકો આપ્યો- દશેરા ની  મહાસભા માટેની પરવાનગી નકારી- જાણો વિગતે
 

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version