Site icon

 PM મોદી અને મહારાષ્ટ્ર CM એકનાથ શિંદે વચ્ચે મોડી રાત્રે ફોન પર થઇ વાતચીત- બંને દિગ્ગ્જ્જોએ આ મુદ્દે કરી ચર્ચા

News Continuous Bureau | Mumbai

મંગળવારે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime minister Narendra Modi) અને મહારાષ્ટ્ર(Maharashtra CM Eknath Shinde) ના મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બંને નેતાઓ વચ્ચે મહારાષ્ટ્રમાં રોકાણ અને મોટા પ્રોજેક્ટ અંગે સહયોગને લઈને વાતચીત થઈ છે. વેદાંતા-ફોક્સકોન કંપનીએ અચાનક ગુજરાતમાં રોકાણ(Gujarat) કરવાની જાહેરાત કર્યા બાદ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી(MVA Govt)એ શિંદે સરકારને ઘેરી હોવાનું જાણવા મળે છે.  

Join Our WhatsApp Community

વેદાંતા ગ્રુપ અને તાઈવાન(Taiwan)ની મલ્ટીનેશનલ ઈલેક્ટ્રોનિક્સ કોન્ટ્રાક્ટ ઉત્પાદક કંપની ફોક્સકોન(A multinational electronics contract manufacturing company Foxconn)નો સેમીકંડક્ટર ચીપ ઉત્પાદન પ્રોજેક્ટ મહારાષ્ટ્ર (maharashtra)ને બદલે ગુજરાત જતો રહેતાં મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. વિરોધ પક્ષોએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિંદે જૂથ-ભાજપ(BJP)ની સંયુક્ત રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે, રાજ ઠાકરેની આગેવાની હેઠળના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પક્ષ, શરદ પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ રાજ્ય સરકારની ટીકા કરી છે. આ પ્રોજેક્ટ ગુજરાત ચાલ્યો જતાં મહારાષ્ટ્રએ રૂ. 1.54 લાખ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ, પૂરક ઉદ્યોગો અને એક લાખ જેટલી રોજગારની તકો, બેઉ ગુમાવી દીધાં છે.

આ સમાચાર પણ વાંચો : વેસ્ટર્ન હાઈવે પર આ વિસ્તારમાં તૂટી પડ્યો બ્રિજનો સ્લેબ- મુંબઈગરા થયા પેનિક

વેદાંત-ફોક્સકોન સંયુક્ત સાહસનું ડિસ્પ્લે FAB ઉત્પાદન એકમ, સેમિકન્ડક્ટર એસેમ્બલિંગ અને ટેસ્ટિંગ યુનિટ રાજ્યના અમદાવાદ જિલ્લામાં 1000 એકર વિસ્તારમાં સ્થાપવામાં આવશે. આ સંયુક્ત સાહસમાં બંને કંપનીઓનો હિસ્સો અનુક્રમે 60 અને 40 ટકા રહેશે.

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version