News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના રાજ્યપાલ(Maharashtra Governor) ભગત સિંહ કોશ્યારીના(Bhagat Singh Koshyari) મુંબઈને દેશની આર્થિક રાજધાની(financial capital) બનાવવામાં ગુજરાતી(Gujarati) અને મારવાડીઓનો(Marwari) ફાળો હોવાના આપેલા નિવેદન પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે(CM Eknath shinde) જૂથે નારાજગી વ્યક્ત કરી છે. શિંદે જૂથના પ્રવક્તા(Shinde Group Spokesman) દીપક કેસરકરે(Deepak Kesarkar) કહ્યું છે કે તેઓ રાજ્યપાલ દ્વારા મુંબઈ અંગે આપેલા નિવેદન અંગે કેન્દ્રને(Central Govt) ફરિયાદ કરશે. રાજ્યપાલનું નિવેદન રાજ્યનું અપમાન છે.
કેસરકરે કહ્યું કે રાજ્યપાલ એ બંધારણીય પદ(constitutional position) છે. તેઓ કેન્દ્રને પત્ર લખીને સૂચના આપશે કે તેમના તરફથી આવા નિવેદનો ફરી ન આવે. વળી, મુંબઈના નિર્માણમાં દરેક સમુદાયનો હિસ્સો છે. જોકે તેમાં મરાઠી(Marathi) લોકોનો પણ મોટો હિસ્સો છે. મુંબઈના ઔદ્યોગિક વિકાસમાં(Industrial growth) પારસી સમુદાયનું(Parsi community) પણ ઘણું યોગદાન છે.
આ સમાચાર પણ વાંચો : નિતિશ રાણે આવ્યા ભગતસિંહ કોશિયારીની વાહરે- કહ્યું શિવસેનાના રાજમાં મુંબઈમાં બીએમસીના બધા કોન્ટ્રેક્ટરો ગુજરાતી અને મારવાડી જ છે- જાણો બીજું શું કહ્યું
સમુદાયના કાર્યક્રમમાં ગયા પછી, જો તે સમુદાય પૈસા ઉપાડશે, તો મુંબઈમાં કંઈ બચશે નહીં, તેવું રાજ્યપાલનું નિવેદન તેમની મુંબઈ વિશેની જાણકારીના અભાવનું સૂચક છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની(CM Eknath shinde) મુંબઈ આવ્યા બાદ તમામ ધારાસભ્યો તેમને મળશે.
શુક્રવારે, મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારમાં એક સ્થાનિક ચોકના નામકરણ પ્રસંગે ભગતસિંહ કોશ્યારીએ કહ્યું હતું છે કે જો ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ નીકળી જશે તો મુંબઈમાં પૈસા નહીં બચે અને મુંબઈ આર્થિક રાજધાની નહીં બને. રાજ્યપાલે કહ્યું કે મુંબઈ અને થાણેના વિકાસમાં(Thane Growth) ગુજરાતી અને મારવાડી સમુદાયોએ ઘણું યોગદાન આપ્યું છે.