ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
24 જુન 2020
લોકડાઉન બાદ અંબાજી મંદિરના કપાટ ખુલ્લા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારે શક્તિપીઠ અંબાજી મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી હતી. તેમણે માં અંબાને સમગ્ર માનવ જીવનને કોરોનાથી ઉગારવાની પ્રાર્થના કરી હતી અને ગુજરાતીઓને વધુ સુખી અને સમુધ્ધ કરો એવી પ્રાર્થના કરી હતી.
મળતી માહિતી મુજબ સીએમ રૂપાણી આદ્યશક્તિની દર્શન અને પૂજા બાદ હવે તેઓ જરૂરિયાત મુજબ અન્ય પ્રવાસ શરૂ કરશે. આથી તેમના પ્રવાસ શરૂ કરતા પહેલા જ તેઓ આશીર્વાદ લેવા અંબાજી મંદિર પહોંચ્યા હતા.
નોંધપાત્ર વાત એ છે કે, સીએમ રૂપાણીનો લોકડાઉન પછી આ પહેલીવાર અમદાવાદ-ગાંધીનગર બોર્ડરની બહારનો પ્રવાસ છે.
અગાઉ, મુખ્યમંત્રી રૂપાણી ગઈકાલે મોડી સાંજે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પ્રથમ વિધિ કરી સામેલ થયાં હતાં…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
