News Continuous Bureau | Mumbai
CM Trolled: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ( Atal Bihari Vajpayee ) ની જન્મજયંતિ પર વિકાસ ભારત સંકલ્પ યાત્રા ( Bharat Sankalp Yatra )ની સભામાં ભાષણ આપતી વખતે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ( CM Bhajanlal Sharma ) ની જીભ લપસી ( Tongue Slip ) જવાથી અર્થનો અનર્થ થઇ ગયો હતો અને તેમણે પૂર્વ વડાપ્રધાનને બદલે વર્તમાન વડાપ્રધાન ( PM Modi ) ને શ્રદ્ધાંજલિ આપી હતી. થોડી જ વારમાં મુખ્યમંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ
જયપુર નજીકના અજયરાજપુરા ગામમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાની સભા દરમિયાન મુખ્યમંત્રી શર્મા વડાપ્રધાન વાજપેયીના સમયમાં શરૂ થયેલી યોજનાઓની પ્રશંસા કરી રહ્યા હતા, તે દરમિયાન તેમણે આ ભૂલ કરી અને તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા.
જુઓ વિડીયો
Today CM of Rajasthan Bhajanlal Sharma gave "Shradhanjali" to PM Narendra Modi
This is what happens when u elect a Rubber stamp chatukar as CM who only knows doing Modi nama 24*7 🤦♂️😭#RajasthanCM #AtalJayanti #BJP pic.twitter.com/rBXp79qUr1
— Veena Jain (@DrJain21) December 25, 2023
PM મોદીને આપી શ્રદ્ધાંજલિ
મુખ્યમંત્રીએ કહ્યું- વાજપેયીએ 1998માં રાજસ્થાન ( Rajasthan ) માં પરમાણુ વિસ્ફોટ કરીને વિશ્વની સામે ભારતની તાકાત દર્શાવવાનું કામ કર્યું હતું. આવા સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું.
આ સમાચાર પણ વાંચો : અરબાઝ ખાને શેર કરી તેના નિકાહ ની અંદરની તસવીરો, આનંદિત જોવા મળ્યો પૂરો ખાન પરિવાર
રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા પૂર્વ પીએમ અજલ બિહારી વાજપેયીની જગ્યાએ વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીને શ્રદ્ધાંજલિ આપતા દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.