Site icon News Continuous Bureau | Mumbai

કોંકણના ચીપી ઍરપૉર્ટના ઉદ્ઘાટન પ્રસંગે મહારાષ્ટ્રમાં આ બે કટ્ટર રાજકીય દુશ્મનો આવશે એક જ મંચ પર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને એકીબીજા સાથે દીઠું બનતું નથી. રાજકારણમાં તેઓ એકબીજાના જાની દુશ્મન ગણાય છે. છતાં 9 ઑક્ટોબરના કોંકણના ચીપી ઍરપૉર્ટના ઉદ્ઘાટન પ્રસંગે બંને નેતાઓ એક જ મંચ પર જોવા મળશે. ઉદ્ધવ ઠાકરેના હસ્તે આ ઍરપૉર્ટનું ઉદ્ઘાટન થવાનું છે.

કોંકણના ચીપી ઍરપૉર્ટનું શ્રેય લેવા માટે ઠાકરે અને રાણે વચ્ચે હોડ જામી છે. થોડા દિવસ પહેલાં જ ઍરપૉર્ટના ઉદ્ઘઘાટનને લઈને નારાયણ રાણે કહ્યું હતું કે આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન  ઉદ્ધવ ઠાકરેને બોલાવાની આવશ્યકતા છે. જોકે પ્રોટોકોલને હિસાબે રાજ્યના મુખ્ય પ્રધાનની હાજરી કાર્યક્રમમાં હોવી આવશ્યક છે તેમ જ તેમના હસ્તે જ ઍરપૉર્ટનું ઉદ્ઘાટન પણ થવાનું છે. આ કાર્યક્રમમાં નાગરિક ઉડ્ડયનપ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, મહેસૂલપ્રધાન બાળ થોરાત, ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈ સહિતના પ્રધાનો હાજર રહેવાના છે.

થાણે આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી: આ ભાઈને કોરોનાની રસી આપવાને બદલે આપી દીધી હડકવાની રસી, જાણો પછી શું થયું

અહીં ઉલ્લેખનીય છે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે વચ્ચે ભારે વેર છે. એમાં પણ થોડા દિવસ પહેલાં નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાનું વિવાદાસ્પદ વિધાન કર્યું હતું. એ મુદ્દે ભારે બબાલ થઈ હતી, એમાં રાજ્યમાં નારાયણ સામે અનેક જગ્યાએ કેસ નોંધાયા હતા. આ પ્રકરણમા તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.  હવે જ્યારે ઍરપૉર્ટના ઉદ્ઘાટન પ્રસંગે બંનેનો સામસામે સામનો થવાનો છે ત્યારે બંને એકબીજા સાથે કેવી રીતે વર્તે છે એના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.

Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Exit mobile version