Site icon

ઉદ્ધવ ઠાકરે ટેન્શનમાં- બોલાવી તમામ ધારાસભ્યોની બેઠક- કંઈક નવા-જૂનીના એંધાણ-  જાણો વિગતે.

 News Continuous Bureau | Mumbai

 શિવસેના પાર્ટી (Shivsena)માં મંગળવારની સવારે અમંગળ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. શિવસેના પાર્ટી ના 13 ધારાસભ્યો (MLA)સહિત મોટા નેતા એવા એકનાથ શિંદે(Eknath Shinde) ગુજરાત પહોંચી ગયા છે. આ સમગ્ર ઘટના કાલે રાત્રે બે વાગ્યા પછી બની હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા તેમજ પ્રસાર માધ્યમોમાં જે રીતે સમાચાર ફેલાયા છે તેને જવાબ આપવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thacekray)એ શિવ સેનાના તમામ ધારાસભ્યોની તાત્કાલિક બેઠક બોલાવી છે. આ માટે શિવસેના નેતાઓ હવે તમામ ધારાસભ્યોને ફોન કરી રહ્યા છે.

 હવે જોવાનું એ રહે છે કે સુરત પહોંચેલા એકનાથ શિંદે મુંબઈ આવીને તમામ ધારાસભ્યોની બેઠકમાં સામેલ થાય છે કે પછી પાર્ટી સાથે છેડો ફાડી નાખે છે. 

 આ સમાચાર સવારે 9 વાગ્યે લખાયા છે અને વધુ માહિતી ની રાહ જોવાઇ રહી છે

Exit mobile version