Site icon

તો શું સુપ્રીમ કોર્ટનો ચુકાદો વિરુદ્ધમાં આવશે એવી ઉદ્ધવ ઠાકરેને જાણ હતી-ચુકાદા પહેલા જ કેબિનેટમાં આપ્યું વિદાય પ્રવચન- માન્યો સૌનો આભાર-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

ફ્લોર ટેસ્ટને(Floor test) લઈને સુપ્રીમ કોર્ટનો(Supreme Court) ચુકાદો આવે તે પહેલા જ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray) કેબિનેટ બેઠકમાં(cabinet meeting) વિદાય પ્રવચન(Farewell speech) આપી દીધું હતું. બુધવારે સાંજે મળેલી કેબિનેટની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન પદ છોડવાની તૈયારી પૂર્વે ભાવુક બનીને પ્રવચન આપ્યા તેમના ભાવુક પ્રવચન માટે એવું માનવામાં આવે છે કે કદાચ સુપ્રીનો ચુકાદો(Supreme Judgment) તેમના વિરુદ્ધ આવશે એવું ઉદ્ધવ જાણી ગયા હતા. એટલે જ કેબિનેટ બેઠક બાદ તેમણે કહ્યું હતું કે મેં કોઈનું અપમાન કર્યું હોય તો તેમ જ કોઈનું મન દુઃખાયું હોય તો મને માફ કરજો.

Join Our WhatsApp Community

બુધવારના યોજાયેલી બેઠક એ  મહાવિકાસ આઘાડી સરકારની(Mahavikas Aghadi Government) છેલ્લી કેબિનેટ બેઠક બની રહી હતી. પ્રધાન મંડળના વિવિધ પ્રસ્તાવો પર નિર્ણય લીધા બાદ છેલ્લે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સૌને વિદાય આપતા હોય તેમ ભાવુક પ્રવચન આપ્યું હતું. તેમના પ્રવચન પરથી ખ્યાલ આવી ગયો હતો કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો વિરુદ્ધમાં આવે તો તેમણે મુખ્યપંત્રી પદ છોડવા માટે મન મનાવી લીધું છે.

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે પ્રકરણ પત્યા પછી રાજ ઠાકરે મેદાનમાં- એવો ટોણો માર્યો કે સાંભળીને ઉદ્ધવ ઠાકરે સળગી ઊઠશે

પોતાના પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે મને સહકાર આપવા બદલ સૌ કોઈનો આભાર માનું છું. મને કોંગ્રેસ(Congress) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસે(NCP) મહારાષ્ટ્રનો કારભાર સંભાળવા માટે સહકાર આપ્યો છે. પરંતુ મને મારા પક્ષના ધારાસભ્યોએ જ દગો આપ્યો છે, તેનું મને દુખ છે. અઢી વર્ષ સુધી અધિકારી, કર્મચારીઓ અને ધારાસભ્યોએ મને સહકાર આપ્યો છે. જો મારાથી કોઈનું અપમાન થયું હશે તેમ જ તેમનું દિલ દુભાયું હશે તો હું બધાની માફી માગું છું. સચિવાલયના સ્ટાફે પણ ભાવુક થઈને મુખ્ય પ્રધાનને વિદાય આપી હોવાનું કહેવાય છે.
 

Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Ajit Pawar: ચૂંટણી પોતાની જગ્યાએ, દોસ્તી પોતાની જગ્યાએ! અજિત પવારનું મોટું નિવેદન, દેવેન્દ્ર ફડણવીસ સાથે ના સંબંધ ને લઈને કહી આવી વાત
KDMC Election 2026 Clash: ડોમ્બિવલીમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ભીષણ અથડામણ; 4 કાર્યકરો ગંભીર રીતે ઘાયલ, વિસ્તારમાં ભારે તણાવ.
Mumbai: મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી! મકર સંક્રાંતિ પહેલા મુંબઈ-ઠાણેમાં વરસાદી માહોલ, જ્યારે મરાઠવાડા ઠંડીમાં ઠર્યું; જાણો હવામાન વિભાગની આગાહી.
Exit mobile version