ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
હાલ મહારાષ્ટ્રની સરકાર કપરા સમયમાંથી પસાર થઇ રહી છે. જોકે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શિષ્ટાચાર નથી ભૂલ્યા. ગત દિવસો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ કરી હતી કે તેઓ ૪૫ વર્ષની ઉંમરના તમામ લોકોને રસી આપવાની પરવાનગી આપે. હવે કેન્દ્ર સરકારે આ સંદર્ભે નિર્ણય લઈ લીધો છે. આથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ તેમની માંગણી માનવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.