News Continuous Bureau | Mumbai
PM મોદીને(PM modi) રવિવારે લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ(Lata Dinanath Mangeshkar Award) એનાયત કરવામાં આવ્યો એ સમારંભમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(CM uddhav thackeray) હાજર નહોતા રહ્યા.
આમંત્રણ પત્રિકામાં(invitation) ઉદ્ધવ ઠાકરેનું નામ ન હોવાથી તેઓ સમારંભથી દૂર રહ્યા હોવાનું જાણવા મળે છે.
શિવસેના(Shivsena) તરફથી કેબિનેટ પ્રધાન(Cabinet minister) સુભાષ દેસાઇએ(Subhash desai) આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
એવોર્ડ સમારંભ પૂર્વે એવી અટકળ થતી હતી કે નરેન્દ્ર મોદી(Narendra modi), ઉદ્ધવ ઠાકરે(uddhav thackeray) અને રાજ ઠાકરે(raj thackeray) એક મંચ પર આવશે. પરંતુ તેવું કોઈ રાજકીય ચિત્ર સર્જાયું ન હતું
ઉલ્લેખનીય છે કે ભાજપ(BJP) અને શિવસેનાની(Shivsena) યુતિ તૂટયા પછી શિવસેનાએ કોંગ્રેસ(Congress) અને એનસીપીનો(NCP) સાથમેળવી સરકાર રચ્યા પછી ભાજપ વિપક્ષની ભૂમિકા ભજવે છે.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના દિગ્ગજ નેતા કે. શંકરનારાયણનનું 90 વર્ષની વયે અવસાન, આટલા રાજ્યોના રહી ચૂક્યા છે રાજ્યપાલ..