Site icon

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર જનતાને કર્યું સંબોધન-જાણો શું કહ્યું

 News Continuous Bureau | Mumbai 

રાજકીય ઉથલપાથલ(Maharshtra political crisis) વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)એ 5 કલાકે ફેસબુક લાઈવ(Facebook Live) કરીને જનતાને સંબોધન કર્યું હતું.

Join Our WhatsApp Community

CM ઉદ્ધવ ઠાકરેએ આ લાઈવ સંબોધનની શરૂઆત કોરોના મહામારી સામે છેલ્લા બે વર્ષમાં લડેલ લડાઈથી શરૂ કરી હતી. આગળ તેમણે કહ્યું કે હિન્દુત્વ(Hindutva) અંગે મારે કોઈને પ્રમાણ આપવાની જરૂર નથી. હિન્દુત્વ અંગે મહારાષ્ટ્રની વિધાનસભા(Maharashtra assembly) માં બોલનાર હું પહેલો મુખ્યમંત્રી હતો. સાથે તેમણે ઉમેર્યું હતુ કે શિવસેના એટલે જ હિન્દુત્વ હતુ, છે અને રહશે. અમે ક્યારેય હિંદુત્વ છોડ્યું નથી. જે લોકો આરોપ લગાવે છે કે આ બાલાસાહેબ(BalaSaheb Thacekray)ની શિવસેના(shivsena) નથી તેમને જવાબ આપું છું કે કોઈ એમ કહેશે કે હું પસંદ નથી તો શિવસેનાનું પ્રમુખ પદ(Shivsena Chief Post) પણ છોડી દઈશ. પરંતુ હું કોઈથી ડરીશ નહીં, શિવસેનાનો કાર્યકર્તા છું. 

આ સમાચાર પણ વાંચો : રાજનૈતિક દાવપેચ શરૂ- એક તરફ શિવસેનાએ મિટિંગ બોલાવી તો બીજી તરફ એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કરી આ મોટી ઘોષણા

એકનાથ શિંદે(Rebel MLA Eknath Shinde)ના બળવા પર બોલતા ઠાકરેએ કહ્યું કે હું  મુખ્યમંત્રી(CM) તરીકે પસંદ નહોતો તો કહી દેવુ જોઈતું હતું ને સુરત(Surat) જવાની ક્યાં જરૂર હતી. હું ગમે ત્યારે મુખ્યમંત્રી પદેથી હટવા તૈયાર છું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, સુરત અને ગુવાહાટી(Guvahati) જઈને રાજીનામું(resign) કેમ માગો છે, સુરતમાં જવાના સ્થાને મારી સાથે વાત કરવાની જરૂર હતી.

શિંદે સાથે બાગી થઈને ગુવાહાટી ગયેલ અનેક ધારાસભ્યો(MLAs) હજી પણ પરત આવવા માંગે છે. કોંગ્રેસ(Congress) તરફથી કમલનાથે(kamalnath) મને મુખ્યમંત્રી તરીકે સ્વીકાર્યો છે અને પવાર(Sharad Pawar) સાહેબે પણ સ્વીકાર્યો છે. તમારી જે પણ સમસ્યાઓ છે મારી સમક્ષ આવીને કહો. હું બાળાસાહેબનો શિવસૈનિક છું, સામી છાતીએ લડીશ. એટલું જ નહિ હું શિવસેનાના વડાનું પદ પણ છોડવા તૈયાર છું પરંતુ સામે આવીને વાત કરો. તમે પોતાના છો, માંગ કરો, હું બધું ત્યજી દેવા તૈયાર છું. પદ તો આવે છે અને જાય છે ઈજ્જત જ સાચી કમાઈ છે. સત્તા જશે તો પણ જનતા પાસે જઈને વોટ માંગીશ. 

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version