Site icon

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી.. કોલ્ડવેવની આગાહી, અહીં છે સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે.

Cold wave forecast in Gujarat

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી.. કોલ્ડવેવની આગાહી, અહીં છે સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં ઠંડીનું મોજું  ફરી વળ્યું છે. છેલ્લાં બે દિવસથી અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, સુરત, વડોદરા સહિત રાજ્યના તમામ ઝોનમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે  ગુજરાતમાં હજુ પણ ઠંડીનો પ્રકોપ વધી શકે છે. તેથી દરેકે પોતાની રીતે સતર્ક રહેવાની જરૂર છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજ પડતાની સાથે જ પવનની ગતિ વધુ તેજ બનતા ઠંડા પવનો ફૂંકાય છે. આ સિઝન તમને બીમાર પણ કરી શકે છે. તો બીજી તરફ મહામારી કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. જેને પગલે દરેકે સ્વાસ્થ્ય સંબંધિત સાવધાની રાખવાની જરૂર છે.

Join Our WhatsApp Community

મહત્વનું છે  કે હવામાન વિભાગ દ્વારા ઉત્તરી પવન ફૂંકાતા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને તેની અસર આગામી દિવસોના વાતાવરણ પર પણ થશે. જેથી આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડશે અને ઠંડી વધશે તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં હજુ ઠંડી વધશે અને તેની ખાસ અસર નદી કાંઠાના વિસ્તારોમાં જાવા મળશે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રના ગઠબંધન પર સંકટ.. કર્ણાટકના સરહદ વિવાદને લઈને શિંદે-ફડણવીસ આમને-સામને..શું ભાજપ ગૃહમાં ઠરાવનો વિરોધ કરશે?

તાપમાનની વાત કરીએ તો, 4.2 ડિગ્રી સાથે કચ્છ જિલ્લાનું નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર. 12 ડિગ્રી સાથે અમદાવાદમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ જણાઈ રહ્યો છે. જ્યારે કચ્છ જિલ્લાના ભુજ અને કંડલામાં પણ પારો 10 ડિગ્રીએ પહોંચતા કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. આ ઉપરાંત રાજ્યના ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વિય પવનની અસરથી આગામી સમયમાં ઠંડીનું જાર વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Ladki Bahin Yojana Installment: લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ: ઈ-કેવાયસી છતાં હપ્તો અટક્યો? હવે ઘરે આવીને થશે તપાસ; જાણો શું છે નવો નિયમ
Maharashtra Budget 2026: અજિત પવારનું અધૂરું સપનું કોણ પૂરું કરશે? ફેબ્રુઆરીમાં રજૂ થનારા મહારાષ્ટ્ર બજેટને લઈને સસ્પેન્સ
Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Exit mobile version