Site icon

હવે હિંદુઓ સામે વધારે બકવાસ નહીં ચાલે. હિંદુ દેવતાઓનું અપમાન કરનારા આ કોમેડિયન સામે હિંદુ સંગંઠનોએ કરી લાલ આંખઃ આયોજકોએ કર્યો કાર્યક્રમ રદ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર    
હિંદુ દેવી-દેવતાઓનું કાયમ અપમાન કરનારા સ્ટૅન્ડ અપ કૉમેડિયન મુનવ્વર ફારુખીનો મુંબઈનો કાર્યક્રમ રદ કરી નાખવામાં આવ્યો છે. સતત હિંદુ ધર્મ અને દેવતાઓનું અપમાન કરવાની તેની વૃત્તિને પગલે તેના કાર્યક્રમ સામે જુદાં જુદાં હિંદુ સંગઠનોએ વિરોધ દર્શાવ્યો હતો. એથી સુરક્ષાના કારણસર તેનો 29 ઑક્ટોબરના પ્રબોધનકાર ઠાકરેમાં આયોજિત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
હિંદુ દેવતાઓનું અપમાન કરનારો મુનવ્વર મુંબઈના કાર્ચક્રમમાં પણ હિંદુઓની ભાવના દુભાવે, એથી તેના કાર્યક્રમને મંજૂરી આપવી નહીં એવી લેખિત માગણી હિંદુ જનજાગૃતિ સમિતિએ કરી હતી. તેમ જ પ્રબોધનકાર ઠાકરે નાટ્યગૃહમાં મૅનેજમેન્ટને પણ પત્ર લખીને  મુનવ્વરનો કાર્યક્રમ રદ નહીં કર્યો તો નાટ્યગૃહની બહાર આંદોલનની ચીમકી આપી હતી.  એટલું  જ નહીં, પણ હિંદુ જનજાગૃતિ સમિતિએ મુંબઈ પોલીસ કમિશનરને પણ પત્ર લખીને  તેના બોરીવલી અને બાંદરા કાર્યક્રમ રદ કરવાની માગણી કરી હતી.

ફેસબુક નું નામ બદલાયું, હવે આ નામથી ઓળખાશે પ્લેટફોર્મ; CEO માર્ક ઝકરબર્ગે કરી જાહેરાત
અહીં ઉલ્લેખનીય છે કે ભગવાન રામ અને સીતાના વનવાસકાળનું અશ્લીલ વર્ણન કરીને તેમનું અપમાન કરનારા મુનવ્વર ફારુખીની મધ્ય પ્રદેશના ઇંદોરથી ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જામીન પર બહાર છે. એટલુ જ નહીં પણ આ કાર્યક્રમમાં તેણે ગૃહપ્રધાન અમિત શાહ બદલ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

 

Join Our WhatsApp Community
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version