ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન ૨૦૨૧
ગુરુવાર
મહારાષ્ટ્રમાં 15,000 થી વધુ વસ્તી ધરાવતા ૨૫૪ શહેરોના વીજ ગ્રાહકોને હવે 'બત્તી ગુલ' થવાનું ટેન્શન જ ગુલ થઈ ગયું છે. એમ.એસ.ઇ.ડી.સી.એલ. એકીકૃત ઊર્જા વિકાસ યોજના હેઠળ રૂ. 2,300 કરોડના ખર્ચે શહેરની આંતરિક વીજ પ્રણાલીને સશક્તિ અને વિસ્તૃત કરી છે. પરિણામે હવે આ શહેરના 1 કરોડ 15 લાખ વીજ ગ્રાહકો અવિરત વીજ પુરવઠો મેળવી શકશે.
કેન્દ્ર સરકારે રાજ્યોને એકીકૃત ઊર્જા વિકાસ યોજના હેઠળ વીજ પ્રણાલીને સક્ષમ કરવા નિર્દેશ આપ્યો હતો. તદનુસાર, એમએસઇડીસીએલે 254 શહેરોમાં પાવર સિસ્ટમ્સનું સશક્તિકરણ, વિસ્તરણ, આધુનિકીકરણ અને ભૂમીગત પાવર લાઈન નાખવાનું કામ માત્ર પંદર મહિનામાં પૂર્ણ કર્યું છે. સૂચિત 120 નવા સબસ્ટેશનોમાંથી 119 સબસ્ટેશનો શરૂ કરાયા છે અને 100 સબસ્ટેશનની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે.
જે પોલીસ ન કરી શકી તે કોરોના કરશે. અનેક મોટા નક્સલવાદી નેતાઓને કોરોના થયો…
ઉલ્લેખનીય છે કે દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ભૂગર્ભ લાઇનો છે. નાના શહેરોમાં વીજપ્રવાહ ખંડિત થવાના કિસ્સા ઓછો કરવા માટે, એમએસઇડીસીએલે ઓવરહેડ પાવર લાઇનોનું નેટવર્ક ઘટાડીને વધુ ભૂગર્ભ વીજ લાઇનો નાખવાની પર ભાર મૂક્યો છે. તદનુસાર, દેશમાં સૌથી વધુ 4,364 કિલોમીટર લાંબી ભૂગર્ભ વીજ લાઇનો નાખવાનું કામ પૂર્ણ થયું છે.