ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 જુલાઈ 2021
ગુરુવાર
કોરોના મહામારીને પગલે દોઢ વર્ષથી સ્કૂલોમાં ઑનલાઇન ભણાવવામાં આવી રહ્યું છે, ત્યારે ખાનગી શાળાઓએ તેમની સ્કૂલની ફીમાં ધરખમ વધારા કર્યા છે. એની સામે વાલીઓનો વિરોધ છે. ખાનગી શાળાની ફીના માળખાને લઈને વાલીઓ તથા સ્કૂલના સંચાલકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એનો ઉકેલ લાવવા માટે મહારાષ્ટ્ર શૈક્ષણિક સંસ્થા અધિનિયમન અંતર્ગત મુંબઈ હાઈ કોર્ટે ભૂતપૂર્વ જસ્ટિસ એ. એમ. ઢવળેની અધ્યક્ષતા હેઠળ રાજ્ય સ્તરીય પુનઃનિરીક્ષણ સમિતિ નીમી છે. તમામ સમિતિઓના સેક્રેટરીઓને તેમનું કામ વહેલી તકે પતાવી દેવાનું કહેવામાં આવ્યું છે. વાલીઓની ફી સંબંધિત ફરિયાદનું નિવારણ કરવાની જવાબદારી આ સમિતિની હશે.
મહારાષ્ટ્રમાં આ ભાગોમાં આઠમાથી બારમા ધોરણ માટે શાળા શરૂ; આ છે નિયમાવલી, જાણો વિગત
રાજ્યસ્તરીય સમિતિનું મુંબઈમાં ચર્ની રોડસ્થિત જવાહર બાલભવનમાં કામ ચાલી રહ્યું છે. એથી વાલીઓ અહીં આ સમિતિનો સંપર્ક સાધી શકે છે. 022-2360081, 2363 0090 તથા 2363 0086 ફોન નંબર પર સંપર્ક સાધી શકાશે તેમ જ ઈ-મેઇલ dydemumbai@yahoo.com પર પણ સંપર્ક કરી શકાશે.