News Continuous Bureau | Mumbai
Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના ( Narmada ) એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના અમલીકરણ ( implementation ) અંગે વાઈસ ચાન્સેલર્સ ( Vice Chancellors ) અને NEP કોઓર્ડિનેટર્સની ( NEP Coordinators ) એક દિવસીય કોન્ફરન્સનો ( conference ) શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ( Union Education Minister ) શ્રી ધર્મેન્દ્ર પ્રધાન ( Dharmendra Pradhan ) , આરોગ્ય અને તબીબી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત કોન્ફરન્સમાં NEP અંતર્ગત શિક્ષણક્ષેત્રને સમૃદ્ધ અને ક્ષમતાકેન્દ્રી બનાવવા સારસ્વતોએ અહીં સામૂહિક વિચાર મંથન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી અને રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં શિક્ષણ પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું.
૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)-૨૦૨૪ના ભાગરૂપે પ્રિ-સમિટ તરીકે આયોજિત એક દિવસીય કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વર્ષો જુની શિક્ષણ નીતિમાં નવા જમાનાને અનુરૂપ બદલાવ કરીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોન્ચ કરી છે, તે ભારતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવવા તેમજ વિકસિત ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા નિભાવશે.
આ નીતિના અસરકારક અમલીકરણ માટે દેશની સમગ્ર એજ્યુકેશન ઈકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં આ કોન્ફરન્સ ખૂબ ઉપયોગી બની રહેશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની પ્રક્રિયામાં સહાયક અને નિર્ણાયક બને તેવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં ઘડવામાં આવી છે. વડાપ્રધાનશ્રી રાષ્ટ્રવિકાસમાં આદર્શ અને ઉન્નત શિક્ષણના હિમાયતી રહ્યા છે, ત્યારે હોલિસ્ટીક એજ્યુકેશન, મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ના સુચારૂ અમલીકરણનો દસ વર્ષનો રોડમેપ પણ તૈયાર કરી લીધો છે.
આદર્શ શિક્ષણ એ કોઈ પણ દેશ, રાજ્યના વિકાસની પૂર્વશરત છે એમ સ્પષ્ટપણે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, શિક્ષણને વ્યક્તિ કેન્દ્રી નહીં, જ્ઞાન અને કૌશલ્યકેન્દ્રી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એટલે જ વિદ્યાર્થીઓના કૌશલ્યવર્ધન પર સતત ભાર આપ્યો છે.
દેશના વિકાસના પાયામાં જેની મહત્વની ભૂમિકા છે એવી યુવાશક્તિને આત્મનિર્ભર બનાવવામાં તેમજ આદર્શ રાષ્ટ્ર નિર્માણ આ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ સક્ષમ માધ્યમ બનવાની છે, આજે શિક્ષણની સાથે સ્કીલ ડેવલપમેન્ટ સહિત રોજગારના બદલાયેલા સ્વરૂપ અને વ્યાપાર ક્ષેત્રમાં આવેલ પરિવર્તનમાં નવી શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ ટ્રાન્સફોર્મેશન, આત્મનિર્ભરતા સહિત ડિજિટલ ભારતમાં નવી શિક્ષણનીતિ મહત્વની ભૂમિકા ભજવશે એની ભૂમિકા તેમણે આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દિવસ દરમિયાન વાઈસ ચાન્સેલર્સ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, તજજ્ઞોની ચર્ચા, વિચારમંથનથી જ્ઞાનનું જે અમૃત પ્રાપ્ત થશે, તે ભારત નિર્માણ અને વિદ્યાર્થીઓના ઘડતરમાં ઉપયોગી પૂરવાર થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ તકે ઉપસ્થિત વાઈસ ચાન્સેલર્સ, તજજ્ઞો અને અધિકારીઓ પરસ્પર સાથે મુક્તમને ચર્ચા કરી અને દેશના શિક્ષણને વધુ સમૃદ્ધ- વૈશ્વિક બનાવવા માટે યોગદાન અને સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રી, કેન્દ્રીય શિક્ષણમંત્રીશ્રી, અન્ય મંત્રીઓના હસ્તે નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે માર્ગદર્શિકાના રૂપમાં તૈયાર કરાયેલી ‘NEP SoP’ બૂકલેટનું તેમજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી ક્વોલિટી એજ્યુકેશન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિષય અંતર્ગત શિક્ષણની બેસ્ટ પ્રેક્ટિસમાં ઉપયોગી બે પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Closing Bell: શેરબજાર ઉંધુ પટકાયું, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, સ શેર્સએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા..
-: કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી :-
કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યુ હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નો હેતુ દેશભરમાં શિક્ષણ માટે એક વ્યાપક માળખું સ્થાપિત કરવાનો છે.
કેન્દ્રીય મંત્રીશ્રી પ્રધાને નવા ભારતના ભવિષ્ય નિર્માણ માટે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપેલા નવા વિકસિત ભારત-૨૦૪૭ના વિઝનને સાર્થક કરવા માટે ગંગાજીથી નર્મદા સુધીનો આ પ્રવાસ સંપૂર્ણ સફળ રહેશે એમ સહર્ષ જણાવ્યું હતું.
ભારતીય ભાષાઓ ભારતની વિકાસયાત્રામાં મહત્વનું અંગ રહી છે. ભારતની તમામ ભાષા રાષ્ટ્ર ભાષા છે. અને તેથી જ NEP-2020માં પણ પ્રાદેશિક ભાષાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેથી સોશિયલ બિહેવિયરને એકેડેમિક પ્રેકટીસ તરફ લઈ જઈ શકાય. કારણ કે ભારતીય જ્ઞાન પરંપરા વિશ્વ ભરમાં ખૂબ જાણીતી છે તેમ જણાવ્યું હતું.
વધુમાં શ્રી પ્રધાને જણાવ્યું કે, NEPમાં કૌશલ્ય વર્ધન અને રોજગારપરસ્ત શિક્ષણને પ્રાધાન્ય અપાયું છે. ભારતને એક કરવું એ પણ શિક્ષણનો જ એક ભાગ છે, અને ભારતના રજવાડાઓને એક કરી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની પ્રતિમાના સાંનિધ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણ માટે વિવિધ ચાર ટેકનિકલ સત્રોમાં નિષ્ણાંતો વચ્ચે થનારી ચર્ચા તેના અમલીકરણ માટે અત્યંત મહત્ત્વની સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત સરકારે તેના બજેટમાં વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે રૂ.૧૮૦૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે, જે સરાહનીય કદમ છે એમ જણાવી કેન્દ્રીય મંત્રીશ્રીએ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે આ કોન્ફરન્સને જ્ઞાન અને વિચારોનું સમુદ્ર મંથન ગણાવતા કહ્યું કે, પ્રાચીનકાળમાં તક્ષશિલા, વિક્રમશીલા અને નાલંદા જેવી ભારતની મહા વિશ્વવિદ્યાલયમાં જ્ઞાન મેળવીને દેશવિદેશના લોકોએ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન ભંડારને વિશ્વ સુધી પહોંચાડ્યું છે. ફરી એક વાર યુવા સામર્થ્યને આગળ વધારવા માટે વડાપ્રધાનશ્રીએ ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્યવર્ધન અને રોજગાર આપતા યુવાનો તૈયાર કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ લાગુ કરી છે.
આ પ્રસંગે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન પ્રો. એમ. જગદીશકુમારે જણાવ્યું કે, દેશની શિક્ષણ પ્રણાલીને વધુ અદ્યતન અને બહેતર બનાવવા માટે ઘડાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ ના સુયોગ્ય અમલીકરણ માટે ૧૫૦ કરતા વધુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એક જ સ્ટેજ પર ભેગા થવું એ ખૂબ મોટો સંયોગ છે.
આ સમાચાર પણ વાંચો : World Cup 2023: ક્રિકેટ ફેન્સને જલસો પડી ગયો, આ સ્ટેડિયમમાં દર્શકોને મફત મળશે પોપકોર્ન અને કોલ્ડ્રિંક્સ
મા નર્મદા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના દિવ્ય સાંનિધ્યમાં પશ્ચિમ ઝોનના નોંધનીય છે કે, વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રીઓ, પ્રાધ્યાપકો, શિક્ષણવિદો, તજજ્ઞોની ઉપસ્થિતિમાં સામૂહિક વિચાર વિમર્શ કરી નવી શિક્ષણ નીતિને સંપૂર્ણપણે લાગુ કરવાનો રોડમેપ તૈયાર કરવામાં આવશે.
કાર્યક્રમના અંતે શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મુકેશ કુમારે આભાર વિધિ આટોપી હતી.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકારશ્રી હસમુખ અઢિયા, AICTના અધ્યક્ષશ્રી પ્રો. ટી.જી.સીતારમન, ગુજરાતના ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશનરશ્રી બંછાનિધિ પાની, ઉચ્ચ શિક્ષણ વિભાગના નિયામકશ્રી પી.બી.પંડ્યા, કે.સી.જી.ના એડવાઈઝરશ્રી પ્રો.એ.યુ.પટેલ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવ સહિત વેસ્ટર્ન ઝોનની યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરશ્રીઓ, શિક્ષણ નિષ્ણાંતો અને અધ્યાપકો, આમંત્રિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.