ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
કેરળ
7 જુલાઈ 2020
કેરળના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી દાણચોરીના 30 કિલો સોના સાથે મુખ્યમંત્રી કાર્યાલય શંકાના ઘેરામાં આવી ગયું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેરળના મુખ્યમંત્રી ના વિશ્વાસુ મહિલા અધિકારી લાંબા સમયથી સોનાની દાણચોરીમાં સામેલ હતા. પરંતુ, તેમની પોલ હમણાં ખુલી છે. કહેવાય છે કે આ મહિલા અધિકારીને બચાવવા માટે કેરળના મુખ્યમંત્રી કાર્યાલય નો દુરુપયોગ થઈ રહ્યો છે. જેને પગલે કેરળનું રાજકીય વાતાવરણ પણ હવે ગરમાયું છે..
તિરુવનંતપુરમ્ હવાઈમથકના કસ્ટમ અધિકારીએ જણાવ્યું કે, આ 30 કિલો થી વધુનું સોનુ એર કાર્ગો દ્વારા વહન થઈ રહ્યું હતું, તે સમયે ચકાસણીમાં ઝડપાઈ ગયું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ દાણચોરીના તાર UAE ના કોન્સ્યુલેટ જનરલ સાથે સંકળાયેલ એક રાજદ્વારી ના માલ વહન સાથે જોડાયેલો છે કારણ કે આ લોકોને ખબર હતી કે જે તે દેશના રાજદૂતનો સામાનની સામાન્ય રીતે વધુ તપાસ કરવામાં આવતી નથી. આનો ગેરલાભ ઉઠાવી તેઓ સોનાની તસ્કરી કરતા હતા. હવે આ મામલો સામે આવતાની સાથે જ ભાજપે મુખ્યપ્રધાન અને તેમની કચેરી પર લાગેલા આક્ષેપોની ઉચ્ચ સ્તરીય જાંચ કરવાની માંગ કરી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com