News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ(Maharashtra forest department)ની ટીમે ગુરુવારે આખરે એક મહિના બાદ માનવભક્ષી વાઘ સીટી-1 પકડી લીધો છે.
વાઘને વન વિભાગની ટીમ દ્વારા વડસા ફોરેસ્ટ રેન્જ(Vadsa Forest Range)માં બેભાનનું ઇન્જેક્શન આપીને પકડવામાં આવ્યો છે
આ પછી વાઘને પુનર્વસન માટે નાગપુર(Nagpur)ના ગોરેવાડા રેસ્ક્યુ સેન્ટર મોકલવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ માનવભક્ષી વાઘે વિદર્ભ વિસ્તારમાં 13 લોકોને શિકાર બનાવીને મારી નાખ્યા હતા.
આ પછી નાગપુરના મુખ્ય મુખ્ય વન સંરક્ષકે 4 ઓક્ટોબરના રોજ એક બેઠકમાં વાઘ સીટી-1ને પકડવાના આદેશ આપ્યા હતા
આદેશ બાદ તાડોબા ટાઈગર રેસ્ક્યુ ટીમ, ચંદ્રપુરની રેપિડ રિસ્પોન્સ ટીમ, નવાગાંવ-નાગજીરા અને અન્ય એકમોએ વાઘને પકડવા માટે યુદ્ધના ધોરણે કામ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં ફરી મેઘરાજાએ બોલાવી ધડબડાટી- આ વિસ્તારોમાં ભારે વરસાદ