News Continuous Bureau | Mumbai
એક તરફ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં નવી સત્તાનું સ્થાપન કરવા જઇ રહી છે ત્યારે બીજી તરફ ચૂંટણીમાં ( election ) ગંભીર ગડબડ થઈ હોવાનો આક્ષેપ વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ( congress ) પાર્ટીએ આરોપ ( alleges ) લગાવ્યો છે કે પાંચમી ડિસેમ્બરે ચૂંટણી દરમિયાન સાંજે પાંચ વાગ્યા પછી વડોદરા અને સુરત તેમજ અમદાવાદ વિસ્તારમાં એકાએક રીતે ૧૬ લાખ જેટલા ( misconduct ) વધુ વોટ પડ્યા હતા. સામાન્ય રીતે એક વ્યક્તિ ને વોટીંગ કરતાં 60 સેકન્ડ જેટલો સમય લાગે છે પરંતુ જો આ સંખ્યા ને બુથ પ્રમાણે ભાગી નાખવામાં આવે તો પ્રત્યેક વોટર ને વોટીંગ કરવામાં માત્ર 45 સેકન્ડ જેટલો સમય લાગ્યો.
આ સમાચાર પણ વાંચો: લ્યો બોલો.. ઉદ્ઘાટનના 24 કલાકમાં જ મહારાષ્ટ્રના આ હાઈવે પર થયો અકસ્માત, બે કાર વચ્ચે થઇ જોરદાર ટક્કર..
અનેક અખબારો નો દાખલો આપી અને તેમણે જણાવ્યું હતું કે ભારતમાંથી લોકશાહી ખસેડવા નો પ્રયત્ન થઈ રહ્યો છે. તેમજ સાહેબને જેવું વોટીંગ જોઈએ છે તેવું વોટીંગ કરાવવામાં આવી રહ્યું છે.
હવે આ સંદર્ભે કોંગ્રેસ પાર્ટી ફરિયાદ કરવાની છે.
