News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની(Congress leader Rahul Gandhi) 'ભારત જાેડો યાત્રા'નો(Bharat Jodo Yatra) ૫૬મો દિવસ સવારે તેલંગાણાના(Telangana) હૈદરાબાદ (Hyderabad) શહેરથી શરૂ થયો હતો. આ યાત્રામાં બોલિવૂડ અભિનેત્રી અને ફિલ્મ નિર્દેશક(Bollywood actress and film director) પૂજા ભટ્ટ(Pooja Bhatt) પણ જોડાઈ હતી. આ દરમિયાન પૂજા ભટ્ટ રાહુલ ગાંધી સાથે ચાલતી જોવા મળી હતી. પૂજા ભટ્ટનો રાહુલ ગાંધી સાથે ભારત જાેડો યાત્રામાં જાેડાવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં પૂજા ભટ્ટ રાહુલ ગાંધી સાથે વોકિંગ કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે પૂજા ભટ્ટ બોલિવૂડની પહેલી અભિનેત્રી છે જે 'ભારત જાેડો યાત્રા'માં સામેલ થઈ છે. પૂજા ભટ્ટે પણ ટ્વીટ દ્વારા માહિતી આપી છે કે તે આ સફરમાં ૧૦.૫ કિમી ચાલી છે. આ સાથે તેણે યાત્રામાં સામેલ થતા જ રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યો હતો. વીડિયોમાં બંનેને વાતચીત કરી રહ્યા હોય તે જાેઈ શકાય છે.
Bollywood actress Pooja Bhatt joined the Yatra with Rahul Gandhi pic.twitter.com/BgSietIZjY
— Aaron Mathew (@AaronMathewINC) November 2, 2022
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 નવેમ્બરે પહોંચશે મહારાષ્ટ્રમાં-રાહુલ ગાંધીની સાથે આ દિગ્ગજ નેતા મિલાવશે કદમથી કદમ
મહત્વનું કે પૂજા ભટ્ટ બોલિવૂડના એ મોટા નામોમાંથી એક છે, જેણે ભારત જાેડો યાત્રાનું સમર્થન કર્યું છે. આ પહેલા સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધી અને યાત્રાના વખાણ કર્યા હતા.
