વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસે ત્રીજા મોરચા સાથે જોડાવાના આપ્યા સંકેત… આ પાર્ટીઓ સાથે ગઠબંધન કરી જુનિયર પાર્ટનર બનવા માટે પાર્ટી તૈયાર; જાણો વિગતે

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

પાંચ રાજ્યોની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસના નેતાઓ 2024નું ઇલેક્શન ત્રીજા મોરચા સાથે લડવાના સંકેત આપી રહ્યા છે.

વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે જરૂર પડ્યે એડજસ્ટમેન્ટ કરવા તૈયાર છે.

જરૂર પડશે ત્યાં અમારો પક્ષ એડજસ્ટ પણ કરશે. દરેક પક્ષે એડજસ્ટ કરવું પડશે. 

મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલે પણ એડજસ્ટમેન્ટ કરવું પડશે. 

રાજ્ય દર રાજ્ય લડાઈ લડવામાં આવે તથા જે રાજ્યમાં જે પક્ષ મજબૂત હોય તેને ટિકિટ આપવામાં આવે તો ભાજપને હરાવી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : કેજરીવાલ સરકારે દિલ્હી રમખાણોમાં જીવ ગુમાવનાર અંકિત શર્માના પરિવારને કરી મોટી મદદ, તેમના ભાઈને આ વિભાગમાં આપી નોકરી..

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment