News Continuous Bureau | Mumbai
કોંગ્રેસના(Congress) દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ(Digvijay Singh) મહારાષ્ટ્રના(maharashtra) નાયબ મુખ્ય પ્રધાન(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસની(Devendra Fadnavis) મદદે આવ્યા છે. દેવેન્દ્ર ફડણવીસની દયા આવે છે. એક સમયે તેઓ મુખ્ય પ્રધાન હતા અને હવે તેમને બીજાના હાથ નીચે કામ કરવું પડે છે. ફડણવીસનું અપમાન થયું છે તે તેમના ચહેરા પરથી સ્પષ્ટ નજર આવે છે એવું ચોંકાવનારું વિધાન દિગ્વિજય સિંહે કર્યું છે.
શિવસેનાના નેતા(Shivsena leader) એકનાથ શિંદે(Eknath shinde) પક્ષ સામે બળવો કરીને ભાજપની(BJP) મદદથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બની ગયા છે. તો ભાજપના દેવેન્દ્ર ફડણવીસ જે મુખ્ય પ્રધાન પદના દાવેદાર માનવામાં આવતા હતા, તે હવે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન બની ગયા છે. રાજકીય સ્તરે(political level) ભાજપનો આ નિર્ણય ચર્ચાસ્પદ રહ્યો હતો. ત્યારે હવે કોંગ્રેસના(Congress) વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પુણેમાં(Pune) એક પત્રકાર પરિષદ(Press conference) લઈને ભાજપની ભારે ટીકા કરી હતી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઓસરી ગયુ કોરોનાનું સંક્રમણ-રાજ્યમાં આશરે એક મહિના બાદ ઝીરો કોવિડ ડેથ-જાણો આજના તાજા આંકડા
પત્રકાર પરિષદમં તેમણે કહ્યું હતું કે એકનાથ પાસે સંખ્યા બળ ઓછું હોવા છતા તેમને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. ઓછું સંખ્યાબળ ધરાવતા મુખ્યપ્રધાનની સત્તા વધુ દિવસ ચાલતી નથી અમારો અનુભવ છે. લોકશાહી(Democracy) વેચાતી લેવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં જે થયું તે કંઈ નવું નથી. ચૂંટાઈ આવેલા લોકો પાસેથી લોકશાહી વેચાલી લેવામાં આવી રહી છે. ભાજપનો લોકશાહી અને સંવિધાનાં વિશ્વાસ રહ્યો નથી. પક્ષાંતર બંધી કાયદાને પગ નીચે કચડવામાં આવી રહ્યો છે. બહુમત વેચાતો લેવામાં આવી રહ્યો છે એવી ટીકા પણ ભાજપ પણ તેમણે કરી હતી. સાથે જ તેમણે દેવેન્દ્ર ફડણવીસની હાલત પર તેમને દયા આવતી હોવાનું પણ કહ્યું હતું.