Site icon

કૉંગ્રેસથી ભાજપમાં આવેલા નેતાનું વિવાદિત બયાન, કહ્યું- ‘રાત્રે હવે હું શાંતિથી સૂઈ શકું છું અને કોઈ એજન્સીસની નોટીસ નથી; જાણો કોણે કહ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં અન્ય પક્ષના નેતાઓના સામેલ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં કૉન્ગ્રેસના નેતા હર્ષવર્ધન પાટીલનો નંબર લાગ્યો છે. તેમને ભાજપમાં જોડાવાનું કારણ પૂછવામાં આવ્યું હતું. પાટીલે રમૂજમાં જવાબ આપતાં કહ્યું કે ભાજપમાં આવ્યા બાદ કોઈ તપાસ થતી નથી. શાંતિથી ઊંઘી શકાય છે.

હર્ષવર્ધન પાટીલ કૉન્ગ્રેસની સરકારમાં રાજ્યમાં સહકાર મંત્રી હતા. રાજ્યમાં ભાજપની સત્તા આવશે અને પોતે ફરીથી મંત્રી થશે એવી આશા તેમના મનમાં હોવાથી તેમણે ભાજપમાં આવવાનો નિર્ણય લીધો હતો. વિધાનસભાની ચૂંટણી બાદ મહાવિકાસ આઘાડી સરકાર આવવાથી પાટીલનું સપનું તૂટી ગયું હતું. 

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની તબીયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

બુધવારે એક કાર્યક્રમમાં હર્ષવર્ધન પાટીલને ભાજપમાં શા માટે ગયા? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું કે વધુ કંઈ નહીં ભાજપમાં ગયા બાદ શાંતિથી સૂઈ શકાય છે. કોઈ તપાસ નહીં, કંઈ નહીં. મજા આવે. પાટીલે આવું કહ્યું હતું એ વખતે મંચ પર ભાજપના પદાધિકારીઓ પણ બેઠા હતા.

Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા
UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Exit mobile version