Site icon

કોંગ્રેસી નેતા જયરામ રમેશે NSA અજિત ડોવલના પુત્રની જાહેરમાં માફી માંગી, જાણો શું છે આ આખો મામલો?

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

19 ડિસેમ્બર 2020

કોંગ્રેસ નેતા જયરામ રમેશે માનહાનિના કેસમાં શનિવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલના પુત્ર વિવેક ડોવલની માફી માંગી છે. માફી માંગતાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 'મેં વિવેક ડોવલ સામે ચૂંટણી સમયે જે નિવેદન આપ્યું હતું, તે મેં પછી જોયું. ચૂંટણીના સમયે મારાથી ભૂલમાં વિવેક વિરુદ્ધ આરોપો લગાવાઈ ગયાં હતાં. એમ પૂર્વ મંત્રી જયરામ રમેશે જણાવ્યું હતું.'

નોંધપાત્ર વાત એ છે કે, કોંગ્રેસના નેતાએ ગયા વર્ષે 'કેમેન આઇલેન્ડ' સ્થિત હેજ ફંડ કંપની વિશે કારવાં મેગેઝિનમાં મોટો ખુલાસો કર્યો હતો. આ ઘટસ્ફોટમાં, તેમણે આક્ષેપો કર્યા હતા કે, વિવેક ડોવલની કંપનીએ ડિસેમ્બલીટી કંપનીમાં કાળા નાણાંનું રોકાણ કર્યા બાદ પોતાના પૈસા વ્હાઇટ કર્યા હતાં. કોંગ્રેસી નેતા જયરામ રમેશના આ બયાન સામે વિવેક ડોવલે માનહાનિનો દાવો કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, જે મેગેઝિનના લેખમાં જયરામ રમેશે આરોપ મૂક્યો હતો કે વિવેક ડોવલ 'કેમેન આઇલેન્ડ્સ' માં હેજ ફંડ ચલાવે છે, તે ટાપુ કરચોરો માટે સ્વર્ગ સમાન છે. તે જ સમયે, એક સમાચાર એજન્સી અનુસાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલના પુત્ર વિવેક ડોવલે કોંગ્રેસના નેતાની કોર્ટમાં આપેલી લિખિત માફીને સ્વીકારી છે. પરંતુ મેગેઝીન ઉપરનો કેસ ચાલુ રહેશે એમ જણાવ્યું છે.

Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
LPG Crisis Hits Maharashtra: સાહેબ, રિક્ષા નહીં ચાલે તો રસોડું કેમ ચાલશે?’: મહારાષ્ટ્રમાં LPG ની અછતથી રિક્ષાચાલકો બેહાલ; ભૂખમરાની નોબત વચ્ચે છલકાયું દર્દ.
Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા
UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Exit mobile version