Site icon News Continuous Bureau | Mumbai

Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા

Ashok Kharat Nashik Arrest:નાસિક પોલીસે દુષ્કર્મ અને છેતરપિંડીના આરોપમાં ‘કેપ્ટન’ ઉર્ફે અશોક ખરાતની કરી ધરપકડ, ૧૫૦ વિદેશ યાત્રા અને અઘોરી વિધિના પુરાવા મળ્યા.

Self-styled Godman Ashok Kharat Arrested for Rape and Fraud Used Remote-Controlled Snakes and Polished Tamarind Seeds to Dupe Followers

Self-styled Godman Ashok Kharat Arrested for Rape and Fraud Used Remote-Controlled Snakes and Polished Tamarind Seeds to Dupe Followers

News Continuous Bureau | Mumbai

Ashok Kharat Nashik Arrest: મહારાષ્ટ્રમાં જ્યોતિષાચાર્ય અને તાંત્રિક તરીકે ઓળખાતા અશોક ખરાત ઉર્ફે ‘કેપ્ટન’ નામના પાખંડી બાબાનો પોલીસે ભાંડો ફોડ્યો છે. એક મહિલાનું ત્રણ વર્ષ સુધી યૌન ઉત્પીડન કરવા અને અનેક લોકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસના તાર મહારાષ્ટ્રના અનેક મોટા રાજકારણીઓ સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

Join Our WhatsApp Channel

રિમોટવાળા નકલી સાપ અને ચમત્કારનો ઢોંગ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અશોક ખરાત લોકોને છેતરવા માટે અત્યંત આધુનિક રીત અપનાવતો હતો. તે રિમોટ કંટ્રોલથી ચાલતા નકલી સાપનો ઉપયોગ કરતો અને તેને દૈવી શક્તિ કે ‘ચમત્કાર’ ગણાવી ભક્તોને ગુમરાહ કરતો હતો. એટલું જ નહીં, ભક્તોમાં પોતાનો ડર અને પ્રભાવ પાડવા માટે તે વાઘની ખાલ જેવી પ્રતિબંધિત વન્યજીવ વસ્તુઓ પણ બતાવતો હતો.

આ સમાચાર પણ વાંચો: Dhurandhar 2: ‘ધુરંધર 2’ માં રણવીર સિંહની બહેનનું પાત્ર ભજવનાર આ એક્ટ્રેસ કોણ છે? ટૂંકા સીન છતાં દર્શકોને કર્યા ઈમોશનલ

આંબલીના કચુકાને ‘મંત્રેલા’ કહી લાખોમાં વેચતો

છેતરપિંડીની હદ તો ત્યારે વટાવી જ્યારે ખરાત બજારમાં સસ્તા મળતા આંબલીના કચુકાને પોલિશ કરીને તેને ‘મંત્રેલા’ ગણાવતો હતો. સામે વાળી વ્યક્તિની આર્થિક સ્થિતિ જોઈને તે ૧૦૦ રૂપિયાની વસ્તુના ૧૦ હજારથી લઈને ૧ લાખ રૂપિયા સુધી વસૂલતો હતો. આ સિવાય તે નકલી પથ્થરો અને રત્નોને ચમત્કારી ગણાવીને લોકોને પધરાવી દેતો હતો.

૧૫૦ વિદેશ પ્રવાસ અને હાઈ-પ્રોફાઈલ કનેક્શન

ધરપકડ કરાયેલ બાબાની લક્ઝરી લાઈફસ્ટાઈલ જોઈને તપાસ એજન્સીઓ પણ સ્તબ્ધ છે. અશોક ખરાતે આશરે ૧૫૦ વિદેશ પ્રવાસો કર્યા છે, જેના માટે કાળું નાણું કે છેતરપિંડીના પૈસા વપરાયા હોવાની શંકા છે. આ કેસમાં મહારાષ્ટ્ર મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકરે પણ રાજીનામું આપી દીધું છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ મામલે DGP ના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તેની મિલકતોમાંથી હથિયારો અને વાંધાજનક વીડિયો પણ મળી આવ્યા છે.

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version