News Continuous Bureau | Mumbai
લમ્પી સ્કિન ડિસીઝ(Lumpy skin disease) દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. ગાયો(Cow)માં ફેલાતા આ ખતરનાક રોગને કારણે અત્યાર સુધીમાં લાખો ગાયોના મોત થયા છે. પશુઓમાં તેજીથી ફેલાઈ રહેલો લમ્પી વાયરસ(Lumpy virus) ચિંતાનું કારણ બનતો જઈ રહ્યો છે. દરમિયાન તેને લઇને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ(Maharashtra Congress President) નાના પટોલે(Nana Patole) એ વિચિત્ર નિવેદન આપ્યુ છે. તેમણે એક વિચિત્ર દાવા સાથે ભારતીય જનતા પાર્ટી(BJP) પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ભારત(India) માં લમ્પી વાયરસ નાઇજીરીયા થી આવ્યો છે અને ત્યાંથી જ ગત મહિને આઠ ચિત્તા(Cheetah) પણ લાવવામાં આવ્યા છે. જે અહીં પશુઓમાં આ બીમારી ફેલાવી રહ્યાં છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેના આ ઉપરોક્ત નિવેદન બાદ ભાજપે(BJP) તેમના પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપે કોંગ્રેસ નેતા નાના પટોલેના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું કે, તેમણે આ બીમારીને હાસ્યાસ્પદ મુદ્દો બનાવી દીધો છે. નાના પટોલેને લાગે છે કે લમ્પી વાયરસ ચિત્તાઓ દ્વારા ફેલાય છે, જ્યારે આ ચિત્તા ક્યાંથી આવ્યા છે તે ખબર નથી. પ્રથમ, તેઓએ તેમની માહિતીને ઠીક કરવી જોઈએ તે પછી આ ચિત્તાઓ પર ટિપ્પણી કરવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : એક તરફ 19 કરોડ લોકો ભૂખ્યા સુવે છે બીજી તરફ ભારતીયો વિશ્વમાં સૌથી વધુ ખોરાક બગાડે છે- ચોંકાવનારી વિગતો સામે આવી
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક(Kuno National Park) માં નામીબિયા(Namibia)થી આવેલા આઠ ચિત્તાઓને માત્ર 17 દિવસ થયા છે. તમામ ચિત્તાઓને અલગ-અલગ એન્ક્લોઝરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ આ ચિત્તા અંગે કરેલું નિવેદન ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યું છે.