ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણે કૃષિ ખરડાને પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતે તેમને મોદી જાહેરાત પર ભરોસો નથી એવું કહ્યું હતું ત્યારે તેમને સમર્થન આપતા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું દરરોજ પોતાનો રંગ બદલનારા અને ખેડૂતોને દેશદ્રોહી અને આંતકવાદી કહેનારાઓનો ભરોસો કેવી રીતે કરાય ?
કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ મોદીને જાહેરાત બાદ પત્રકાર પરિષદમાં મોદી સરકારની અને ભાજપની નીતીની અને તેમના વલણ ભારોભાર ટીકા કરી હતી અને કહ્યું હતું કે પોતાની માગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂતોને ગુંડા, આતંકવાદી, દેશદ્રોહી કહેવામાં આવ્યા હતાં. ખેડૂતોને આ બધું કોણે કહ્યું હતું? ખેડૂતોને આ બધુ કહેવામાં આવતું હતું ત્યારે મોદી ચૂપ કેમ બેઠા હતા? આંદોલન કરી રહેલા ખેડૂતોની હત્યા થઈ રહી હતી, તેમના પર લાઠીચાર્જ થતો હતો. તેમની ધરપકડ થઈ. તો એ બધું કોણ કરી રહ્યું હતું? તમારી જ સરકાર કરી રહી હતી. તમે આજે કહો છો કે કાનૂન રીપીલ કરશો. તો અમે કેવી રીતે તમારી નિયત પર ભરોસો કરીએ?
દેશની સામે બધુ સ્પષ્ટ છે. સરકાર સમજી ગઈ છે કે દેશમાં ખેડૂતોથી મોટુ કોઈ નથી. દેશમાં એક સરકાર ખેડૂતોને કચડી નાખવાની કોશિશ કરશે અને જો ખેડૂતો ઊભા થઈ ગયા તો સરકારને ઝુંકવું જ પડશે એ સરકાર સમજી ગઈ છે. પૂરા આંદોલનમાં 600થી વધુ ખેડૂતો શહીદ થયા છે. અનેક ખેડૂતોન પરિવારને હું મળી છું. તેમના દુખ સમજી છુ. આવા શહીદ ખેડૂતોને મોદીએ શ્રંધ્ધાજલી આપવી જોઈએ.
કોંગ્રેસના આ અગ્રણી નેતાના ખાનગી સચિવ પર મારપીટ અને ધમકાવાની થયો આરોપઃ લખનૌ પોલીસમાં થઈ એફઆઈઆર; જાણો વિગત.
જો સરકાર ખરેખર ગંભીર છે તો તેમની માટે કાયર્વાહી થવી જોઈએ. ખાસ કરીને લખીમપૂરમાં જે કાર્યવાહી થઈ તે મંત્રીને બરખાસ્ત કરવો જોઈએ. તેના દીકરાએ ખેડૂતોને કાર નીચે કચડી નાખ્યા હતા. પૂરા દેશમાં ખેડૂતોનો અવાજ ઉઠયો છે. ખેડૂતોની અનેક સમસ્યા છે. તેઓ મજબૂર છે. કર્જમાં ડૂબેલા છે. ખેડૂતો ખાતર લેવા માટે લાઈનમા ઊભા ઊભા મૃત્યુ પામ્યા છે. અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી રહ્યા છે. તેમની સમસ્યા સોલ્વ કરવાની આપણી જવાબદારી છે.