Site icon

જયારે સમગ્ર દેશ સીડીએસ રાવતના અંતિમ સંસ્કાર વખતે શોકાકુળમાં હતો ત્યારે પ્રિયંકા ગાંધી ગોવામાં સમૂહ નૃત્ય કરી રહી હતી. વિડિયો કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટ કર્યો. હવે થઈ રહી છે ટીકા. જુઓ વિડિયો અને જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

શનિવાર.

શુક્રવારે દેશના પહેલા સીડીએસ બીપીન રાવતના પૂરા સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા અને પૂરો દેશ શોકમાં ડૂબેલો હતો. એ સમયે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી ગોવાના મોરપીર્લા ગામમાં મહિલાઓ સાથે નૃત્યમાં ડુબેલા હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર ફરી વળ્યો છે, તેને કારણે ચોતરફથી તેમની ટીકા થઈ રહી છે. આ વિડિયો કોંગ્રેસે જ સત્તાવાર રીતે કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પર મુકયો હતો.

ગોવામાં આગામી દિવસમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, તે માટે કોંગ્રેસે પ્રચાર ચાલુ કરી દીધો છે. શુક્રવારે કોંગ્રેસના જનરલ સેક્રટેરી પ્રિયંકા ગાંધી ગોવાના મોરપીર્લા વિલેજમાં હતા એ દરમિયાન પ્રચારના ભાગ રૂપે તેમણે ગ્રામીણ આદિવાસી મહિલાઓ સાથે સ્થાનિક નૃત્યમાં ભાગ લીધો હતો. તેમણે ડાન્સના અમુક સ્ટેપ્સ પણ મહિલાઓ સાથે કર્યા હતા.

સંભાળજો! મહારાષ્ટ્રના આ શહેરમાં 3 વર્ષના બાળકને ઓમીક્રોનનો ચેપ લાગ્યોઃ રાજયમાં કુલ આટલા કેસ નોંધાયા. જાણો વિગત

કોંગ્રેસે પોતાના ટ્વીટર હેન્ડલ પર પ્રિયંકા ગાંધીનો આ નૃત્યનો 44 સેકેન્ડનો વિડિયો શેર કર્યો હતો. જેને મોડે સુધી 45,000 લોકો જોઈ ચૂકયા હતા. જોકે શુક્રવારે સીડીએસ બીપીન રાવતને અંતિમ વિદાય આપવામાં આવી રહી હતી. સાંજે તેમના અંતિમ સંસ્કાર હતા, સમગ્ર દેશ  મૃત્યુનો શોક મનાવી રહ્યો હતો, એવા સમયે પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પ્રચારના હેતુએ ગોવામાં સ્થાનિક મહિલાઓ સાથે નૃત્યુ કરતા તેમની ભારે ટીકા થઈ રહી છે. ટ્વીટર પર અનેક લોકોએ તેમની ટીકા કરતા નારાજગી પણ વ્યક્ત કરી હતી.

 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version