સુરતમાં સર્જાયા ‘ફિર હેરા ફેરી’ જેવા દ્રશ્યો.. પોલીસને જોઈ કોંગ્રેસી નેતા અધધ 75 લાખ છોડીને ભર રસ્તે દોડ્યા.. જુઓ વિડીયો જાણો વિગતે

by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

હાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સફેદ કુર્તા-પાયજામામાં એક વ્યક્તિ દોડતો જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં જે વ્યક્તિ દોડતો દેખાય છે તે બીએમ સંદીપ (BM Sandeep) છે, જે સોનિયા ગાંધીના નજીકના કોંગ્રેસી (Congress)  નેતા છે. બીએમ સંદીપ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છે. 

 

મીડિયા પ્રસારિત અહેવાલો મુજબ સુરતના મહિધરપુરા વિસ્તારમાં 22 નવેમ્બરની રાત્રે એક ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા મળી આવ્યા હતા. વાયરલ વીડિયો મહિધરપુરા વિસ્તારના જડાખાડી વિસ્તારના તે જ સ્થળના સીસીટીવીનો છે જ્યાંથી ઈનોવા કારમાંથી પૈસા મળી આવ્યા હતા. આરોપ છે કે જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ બીએમ સંદીપ રોકડ છોડીને ભાગી ગયા હતા. દોડતી વખતે નેતાનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો..

આ સમાચાર પણ વાંચો: મુંબઈ નજીકના કલ્યાણ વિસ્તારની એક રહેણાંક સોસાયટીમાં ઘુસી ગયો દીપડો, લોકોમાં ફફડાટ.. જુઓ વિડીયો 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment