Site icon

અમુક દિવસોમાં જો કોંગ્રેસી ધારાસભ્ય અસલમ શેખ જેલના સળિયા પાછળ હશે- મીડિયામાં આવા સમાચાર વહેતા થયા

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) નવાબ મલિક(Nawab Malik), શિવસેનાના(Shiv Sena) સંજય રાઉત(Sanjay Raut) બાદ હવે બહુ જલદી મુંબઈના મલાડના(Malad) કોંગ્રેસના ધારાસભ્ય(Congress MLA) અસલમ શેખ(Aslam Sheikh) પણ મલાડના મઢ-માર્વેમાં(madh marve) ગેરકાયદે બાંધકામોને(Illegal constructions) લઈને આચરવામાં આવેલા કૌંભાડોને લઈને જેલના સળિયાની પાછળ હશે એવા અહેવાલો મીડિયામાં વહેતા થયા છે.

Join Our WhatsApp Community

થોડા દિવસો પહેલા શેખ દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) મળ્યા હતા, આ મુલાકાતે રાજકીય ચર્ચાઓ શરૂ કરી હતી. 2019ની ચૂંટણી પહેલા અસલમ શેખ ભાજપમાં (BJP) જોડાવાનું વિચારી રહ્યા હતા. પરંતુ ભાજપના સ્થાનિક સમર્થકોએ ઉગ્ર વિરોધ કરતાં મંત્રણા અટકી પડી હતી. ફડણવીસની મુલાકાતથી શેખ હવે ભાજપમાં જોડાશે એવી ચર્ચા ચાલી રહી હતી ત્યારે અસલમ શેખને ભાજપના નેતા(BJP leader) કિરીટ સોમૈયાએ(Kirit Somaiya) જોરદાર ફટકો આપ્યો હતો. સોમૈયાએ હવે પોતાની ઝુંબેશ  અસલમ શેખ તરફ વાળી છે.

કિરીટ સોમૈયાએ અસલમ શેખ સામે મલાડના મઢ-માર્વેમાં ગેરકાયદે બાંધકામને લઈને અનેક ફરિયાદો કરી હતી. અનેક પુરાવા રજૂ કર્યા હતા. એ બાદ પર્યાવરણ વિભાગે તપાસનો આદેશ આપ્યો છે. પર્યાવરણ વિભાગે મલાડ-મઢમાં સ્ટુડિયો કૌભાંડ(studio scam) મામલે અસલમ શેખને નોટિસ ફટકારી છે. તેમજ પર્યાવરણ વિભાગે મુંબઈ કલેકટર(Mumbai Collector) અને મ્યુનિસિપલ કોર્પોરેશનને(Municipal Corporation) કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કિરીટ સોમૈયાએ આ સંદર્ભમાં  ટ્વીટ પણ કર્યું હોવાનું ચર્ચાય છે, “અસલમ શેખ – મધ માર્વે રૂ. 1000 કરોડનું સ્ટુડિયો કૌભાંડ. મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રાલયે(Maharashtra Ministry of Environment) એક નોટિસ જાહેર કરી છે. હું અપેક્ષા રાખું છું કે એક્શન સ્ટુડિયો તોડી નાખશે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- મહારાષ્ટ્ર વિધાનસભાનું તત્કાળ અધિવેશન બોલાવવામાં આવ્યું- અઠવાડિયા માટે મોનસુન સત્ર રહેશે

મહાવિકાસ આઘાડી સરકારમાં(MVA Sarkar)  અસલમ શેખ  મંત્રી હતા, તેથી તેમની સામે કોઈ પગલાં લઈ શકાયા નહોતા. હવે જોકે સરકાર બદલાતા અસલમ શેખની મુશ્કેલીમાં વધારો થશે એવું માનવામાં આવે છે.
 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version