કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમાને વિધાનસભામાં ટી-શર્ટ પહેરેલા જોઈને સ્પીકરે ગૃહમાંથી બહાર કાઢી મુક્યા હતા.
ગીર સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા ના કહેવા અનુસાર તેઓ સવા ત્રણ વર્ષથી ગૃહમાં આવે છે પરંતુ આની પહેલા કોઈએ ટકોર કરી નથી.
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે ગૃહમાં શું પહેરવું અને શું ન પહેરવું એ વિશે કાયદો બનાવવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે વિમલ ચુડાસમા ને લાગે છે કે તેઓ કોંગ્રેસી છે માટે તેમનો વિરોધ કરવામાં આવે છે.