Site icon

શિવસેના બાદ હવે કોંગ્રેસ-રાષ્ટ્રવાદીમાં પડશે ભંગાણ- રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બંને પક્ષના આટલા મત ફૂટ્યા-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

દેશના નવા રાષ્ટ્રપતિ પદે(New President) NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મનો(Draupadi Murmu) વિજય થયો છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં(presidential election) મહારાષ્ટ્રમાંથી ૧૬ ધારાસભ્યોના(Maharashtra MLA) મત ફૂટયા હોવાની ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે. તેથી શિવસેનામાં(Shivsena) ભંગાણ પડ્યા બાદ હવે કોંગ્રેસ(Congress) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં(NCP) ભંગાણ પડવાનું અફવાએ બજાર ગરમ કર્યું છે.

Join Our WhatsApp Community

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં થયેલા ક્રોસ વોટિંગને કારણે કોંગ્રેસ સહિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ બંનેને આંચકો લાગ્યો છે.  ચૂંટણી પૂર્વ  શિવસેનાએ દ્રૌપદી મુર્મૂને સમર્થન જાહેર કર્યું હતું. આથી રાષ્ટ્રવાદીના અધ્યક્ષ શરદ પવારની(Sharad Pawar) તેમની રાજ્કીય ગેમમાં ખોટા ઠર્યા છે. રાષ્ટ્રવાદી અને કોંગ્રેસમાંથી આશરે ૧૬ મત ફૂટયા છે.

રાષ્ટ્રપતિ ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રથી ૨૦૦ મત દ્રૌપદી મુર્મૂને મળશે એવું મુખ્યપ્રધાન શિંદેએ(CM Shinde) જાહેર કર્યું હતું. એનાથી વધુ ૧૬ મત હાંસલ કરવામાં સફળતા મળી છે.

કોંગ્રેસ-એન.સી.પી.ના મત ફોડવામાં નરેન્દ્ર મોદી(Narendra Modi) અને અમિત શાહ(Amit Shah) ફરી એક વખત સફળ થયા  છે એટલે કે મોદી-શાહની નવી ગેમથી પવારની બાજી બગાડી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું  છે. જોકે આ પરિસ્થિતિ માત્ર મહારાષ્ટ્રમાં નથી પણ દેશભરમાં અનેક મત ફૂટ્યા છે.

દેશભરનો વિચાર કરીએ 17 સાંસદો(MP) અને 103 ધારાસભ્યોના મત ફૂટયા હોવાનું જાણવા મળ્યું છે. આસામમાં(Assam) 22, મધ્ય પ્રદેશમાં(Madhya Pradesh) 18, મહારાષ્ટ્રમાં 16, ગુજરાતમાં(Gujarat) 10, ઝારખંડમાં(Jharkhand) 10, મેઘાલયમાં 7, બિહાર અને છત્તીસગઢમાં 6-6, ગોવામાં ચાર, હિમાચલ પ્રદેશમાં બે, હરિયાણા અને અરુણાચલમાં એક-એક ક્રોસ વોટિંગ થયું છે.

આ સમાચાર પણ વાંચો :  ભંગાણ શિવસેનામાં પડ્યું  પણ ખરો ફટકો સુપ્રિયા સુળે ને પડ્યો- જાણો કઈ રીતે

મહારાષ્ટ્રમાં ક્રોસ વોટિંગ(Cross voting) જોઈએ તો રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે શિંદે અને ભાજપના ધારાસભ્યોની(BJP MLA) મુંબઈની ટ્રાયન્ડ હોટેલમાં એકત્રિત બેઠકમાં દ્વૌરદી મુર્મૂને રાજ્યમાંથી 200 મત મળશે એવો અંદાજ એકનાથ શિંદેએ(Eknath Shinde) વ્યક્ત કર્યો હતો.

200 મતની ગણતરીમાં ભાજપ-શિંદે અને અપક્ષ મળીને 180 મત હતા અને 200 આંક પૂરોકરવા ૨૦ મતની  આવશ્યકતા હતી. તે મહારાષ્ટ્રમાંથી દ્રૌપદી મૂર્મને મળશે, એવું શિંદેએ જાહેર કર્યું હતું. આથી શિંદે-ફડણવીસ સરકારને ૧૬ મત ફોડવામાં સફળતા મળી હતી.
 

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Exit mobile version