183
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.
કોંગ્રેસ હાઈકમાન્ડ એક રાજ્યમાં અસંતોષને માંડ શાંત કરે છે તો બીજા રાજ્યમાં વિખવાદ શરૂ થઈ જાય છે.
પ્રાપ્ત જાણકારી મુજબ હવે જમ્મુ કાશ્મીર કોંગ્રેસમાં પણ ઘમાસાણ શરુ થયુ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદાની છાવણીના મનાતા કેટલાક નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે.
આ જુથે પોતાના રાજીનામાની કોપી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપી છે.
ચોંકાવનારી વાત એ છે કે, રાજીનામુ આપનારા નેતાઓમાં ચાર પૂર્વ મંત્રી અને ત્રણ ધારારાસભ્યોનો સમાવશ થાય છે.
આ નેતાઓના જુથે આરોપ લગાવ્યો છે કે રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ જી એ મીરના કારણે રાજ્યમાં કોંગ્રેસ નબળી પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી બે જૂથ પડી ગયા છે અને હવે તેમના મતભેદો સપાટી પર આવી ગયા છે.
You Might Be Interested In