ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદાસ્પદ કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી છે. પીએમ મોદીના આ નિર્ણયને કોગ્રેસે ખેડૂતોની અને પોતાની જીત ગણાવી હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદ લઈને કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી ખેડૂતોનો ચાલી રહેલા સંઘર્ષ કામ આવ્યો છે. હવે ભાજપની હારમાં જ દેશની જીત છે.
રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ખેડૂતોએ આ ત્રણ કૃષિ કાયદા રદ કરવા સતત વિનંતી કરી રહ્યા હતા. પરંતુ મોદી સરકાર પાસેથી તેમને ફક્ત યાતનાઓ મળી હતી. તેમણે ખેડૂતો પર લાઠીચાર્જ કરાવ્યો હતો. ખેડૂતોના માથા ફોડવાનો આદેશ આપ્યો હતો. આંદોલન કરનારા ખેડૂતોને આતંકવાદી અને નક્સલવાદી કહેવામાં આવ્યા હતા.
તમારી નિયત પર કેવી રીતે ભરોસો કરીએ? કોંગ્રેસના આ નેતાએ વડાપ્રધાન મોદીને કર્યો આ સવાલ
આંદોલન દરમિયાન લગભગ 600થી 700 ખેડૂતો શહીદ થયા હોવાનું બોલતા સુરજેવાલા કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના લખીમપુરમાં મંત્રીના દીકરાએ ખેડૂતોને કચડી નાખ્યા હતા. મોદીએ આજે પોતાનો અપરાધ સ્વીકારી લીધો છે. હવે મોદી સરકારની સજા નક્કી કરવાનો સમય આવી ગયો છે. ભાજપને ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત આગામી વર્ષમાં પાંચ રાજયોમાં થનારી ચૂંટણીમાં હારવાનો ડર સતાવી રહ્યો છે.