મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજનૈતિક ધમાસાણ ને કારણે કોંગ્રેસ વગર કારણે વગોવાયુ. દિલ્હી એ માંગ્યો રિપોર્ટ…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

23 માર્ચ 2021

     કોંગ્રેસ પાર્ટી અત્યારે અઘરા સમયનો સામનો કરી રહી છે. તેવામાં તેમને એવું લાગી રહ્યું છે કે, એનસીપી અને શિવસેના સાથે ગઠબંધન કરીને ક્યાંક ફસાઈ તો નથી ગઈ? મહારાષ્ટ્રમાં એનસીપી ,શિવસેના અને કોંગ્રેસ ની ગઠબંધનની સરકાર છે. પરંતુ એમાં મોટા portfolio શિવસેના અને એનસીપીની નેતાઓના હાથમાં છે. જ્યારે કોંગ્રેસના હાથમાં કશું મોટુ લાગ્યું નથી.એટલે કોંગ્રેસ પાર્ટી અત્યારે ધુંઆપુંઆ છે.

   પરમબીર સિંહના લેટર બોમ્બ થી થયેલા કૌભાંડ સાથે તેમને કોઈ જ લેવા દેવા નથી‌.પણ જ્યારે પણ મીડિયા કે પ્રેસ કોન્ફરન્સમાં આ વિવાદ વિશે ઉલ્લેખ થાય છે, ત્યારે શિવસેના અને એનસીપી સાથે કોંગ્રેસનું નામ પણ ઉછાળવામાં આવે  છે. જેથી કોંગ્રેસ અત્યારે વગર કારણે વિવાદમાં આવી ગઈ છે.  એટલે જ દિલ્હીના કોંગ્રેસી નેતાઓએ મહારાષ્ટ્રની પરિસ્થિતિ સંદર્ભે એક વિસ્તૃત અહેવાલ મગાવ્યો છે.

   શક્ય છે કે, ભાજપ કશું  કરે કે નહીં, પણ કોંગ્રેસ પાર્ટી શિવસેના અને એનસીપી ને મુશ્કેલીમાં મૂકી શકે છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *