ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 સપ્ટેમ્બર 2020
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહેવાતા મતભેદ બાદ અમુક લોકોને સજા કરવાનો ઇનકાર કરી, કોંગ્રેસના વહાણને અશાંતિમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે. જે માટે વૃદ્ધ અને યુવા ચહેરા વચ્ચે સંપૂર્ણ સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. કહી શકાયકે કોંગ્રેસે અપવાદરૂપ રાજકીય પરિપક્વતા દાખવી છે.
શુક્રવારે, કોંગ્રેસે શીર્ષ નેતૃત્વમાં મોટા ફેરફારો કર્યા છે. કારણ કે 2019 ની સંસદીય ચૂંટણીઓમાં પાર્ટીને અપમાનજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સોનિયા સાવચેતીપૂર્વક આગળ વધવા માટે કેટલાક નાના ચહેરાઓને પણ સમાવી લેવામાં આવ્યા છે.
અનુમાન છે કે આગામી છ મહિનામાં ફરી પક્ષ પ્રમુખની ચૂંટણી યોજાશે ત્યારે તેમાં સુધારો કરવાની બીજી તક પણ રહેલી છે. પાર્ટીના નવા અધ્યક્ષ બનશે તેની પાસે તે સમયે પદ સંભાળવાની સાથે જ, તેઓ તેમની પોતાની ટીમ પસંદ કરવા માટે બંધાયેલા છે. આથી કહી શકાય કે આ ફેરફારો આગામી ચૂંટણી સુધી લાગુ રહેશે.
# દાયકાની સેવા બાદ પાર્ટીના નેતૃત્વની સાથે સંગઠનના કામોથી મુક્ત કરવાની વિનંતી કરી રહેલા ગુલામ નબી આઝાદને મહાસચિવ પદેથી દૂર રખાયા છે. પરંતુ તેમને કોંગ્રેસની કાર્યકારી સમિતિ (સીડબ્લ્યુસી) માં જાળવી રાખવામાં આવ્યા છે.
# પાર્ટીમાં સ્થાયી પ્રમુખની વરણી કરવાની ખૂબ જરૂર છે એવો પત્ર લખનારા “ગ્રુપ 23” ના અન્ય બે સભ્યો, આનંદ શર્મા અને મુકુલ વાસ્નિકને પણ સીડબ્લ્યુસીમાં જાણવી રાખવામાં આવ્યા છે.
# પત્ર પર હસ્તાક્ષર કરનારા નાના નેતાઓમાં જિતિન પ્રસાદને બંગાળની સાથે આંદામાન નિકોબાર નો હવાલો સોંપવામાં આવ્યો છે.
# રાહુલ ગાંધીના વફાદાર રણદીપ સુરજેવાલા અને કોંગ્રેસના મહાસચિવ અને કર્ણાટકના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
# મધુસૂદન મિસ્ત્રીને કેન્દ્રીય ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવાયા છે.
# પ્રિયંકા ગાંધીને યુપીના પ્રભારી બનાયા છે.
# વેણુ ગોપાલને સંગઠનની જવાબદારી સોંપાઈ છે.
# હરીશ રાવતને પંજાબ,આંધ્રપ્રદેશની જિમ્મેદારી સોંપાઈ છે.
# તારીક અનવરને કેરળ અને લક્ષદ્વિપ આપવામાં આવ્યા છે.
# જીતેન્દ્રસિંહ ને આસામની જવાબદારી સોંપાઈ છે.
