262
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
કૉન્ગ્રેસના મહારાષ્ટ્રના અધ્યક્ષ નાના પટોળેએ શિવસેનાને ખરીખોટી સંભળાવી છે. પોતાની સ્ટાઇલમાં તેમણે શિવસેનાને સ્પષ્ટ કરી દીધું કે મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસને કારણે શિવસેનાની સરકાર ટકેલી છે. આ વાત તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોંકણમાં થનારો નાણાર પ્રોજેક્ટ થઈને રહેશે. જો હિંમત હોય તો એને રોકીને બતાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે શિવસેનાએ અગાઉ જણાવ્યું હતું કે કોઈ પણ સ્થિતિમાં કોંકણમાં નાણાર પ્રોજેક્ટ નહીં થાય. હવે કૉન્ગ્રેસે પોતાનો અસલી રંગ દેખાડતાં શિવસેનાનો વાઘ બિલાડી બની ગયો છે.
You Might Be Interested In