ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 સપ્ટેમ્બર 2020
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ જે 'અમુલ' ડેરી ના નામે ખૂબ જાણીતી છે. આની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના રામસિંહ પરમાર અને કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર વચ્ચે કોઈ ગર્ભિત સમજૂતી થઇ હોઈ શકે !! ? એવો પ્રશ્ન અંદરખાને ચર્ચાઈ રહ્યો છે. કારણ કે કોંગ્રેસ સામે ભાજપના બે એમએલએની કારમી હાર થઈ છે. હવે આ બે એમએલએ ની હાર બાદ અમૂલના ચેરમેન પદ નો કબજો લેવા માટે સફેદ દૂધ નું રાજકારણ વધુ ડહોળાય એવું બની શકે.
આની પાછળનું કારણ જાણવા જેવું છે.. વાસ્તવમાં 'અમુલ' ડેરી માટે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રામસિંહ પરમાર નું સર્વ સ્વીકાર્ય નામ હતું. પરંતુ ભાજપના જ માતરથી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી એ ઉમેદવારી નોંધાવી. તે સમયે સામે પક્ષે કોંગ્રેસના સંજય પટેલ જીતી ગયા..
બીજીબાજુ આવી જ રીતે આણંદમાં પણ કાંતિ સોઢા પરમાર કે જે કોંગ્રેસના ધારાસભ્ય છે તે વિજેતા નીવડ્યા હતા. જ્યારે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર ને હાર જોવી પડી હતી. આમ કહી શકાય કે અમૂલમાં રામસિંહ પરમારે ભાજપ તરફથી હોવા છતાં પણ કોંગ્રેસનો ગઢ જાળવી રાખ્યો હતો…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com